ઉરી આતંકી હુમલા પછી : ગુજરાત નો દરિયા કિનારો પણ હાઇ એલર્ટ

0
77

ઉરી હુમલાને ધ્યાને લઇને મુંબઇ માં ઘૂસણખોેરીની શકયતા બાદ અમુક લોકોના સ્કેચ રજૂ કરાયા પછી ગુજરાત રાજયની દરિયાઇ પટ્ટી ઉપર એલર્ટ કરાયું છે ત્યારે ગુજરાત રાજયને એલર્ટ રહી ચાંપતો બંદોબસ્ત રાખવા ગૃહવિભાગે જણાવ્યું છે. કોસ્ટલ એરિયાને એલર્ટ રહી કોઇપણ ગતિવિધિયો ઉપર નજર રાખવા એક નિવેદન કરી જણાવવામાં આવ્યું છે. ઉપરાંત દરિયાની સુરક્ષા ને લઇને સ્ટાફ પણ વધારવા સૂચના આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગુપ્તચર સંસ્થાના અહેવાલ મુજબ આતંકીઓ ગુજરાત રાજયના દરિયાઇ માર્ગ નો પણ ઉપયોગ કરી ઘૂસણખોરી કરી શકે છે. આવા કોઇ બનાવો ન બને તેમજ માછીમારો ને પણ સતર્ક રહેવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અગાઉ મુંબઇમાં હુમલા વખતે દરિયાઇ માર્ગનો જ ઉપયોગ કરી આતંકીઓ ઘૂસ્યા હતા. માટે કોઇ સુરક્ષા સંદર્ભે કચાશ ન રહે તે માટે અગાઉથી જ એલર્ટ જાહેર કરી કોસ્ટલ વિસ્તારમાં બાઝ નજર રાખવા જણાવાયું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS