પ્રેમ ના કોઇ સીમાડા નથી હોતા : આઇપીએસ ઉષા રાડા લગ્નગ્રંથીથી જોડાયા

0
555
gujarat ips usha rada marrage
gujarat ips usha rada marrage

અમદાવાદ : હા આપણે જોઇએ છીએ કે પ્રેમ શબ્દમાં તાકાત છે. પ્રેમને કોઇ જ્ઞાતી જાતી, ઉંમર કે ભેદ હોતો નથી અને પ્રેમ પાસે કોઇ નાનું કે મોટું હોતું નથી. ત્યારે અમદાવાદ ઝોન -2 માં ડીસીપી તરીકે ફરજ બજાવતા અને મૂળ જામજોધપૂર ના વતની ઉષા રાડા પ્રારંભિક શિક્ષણ પોરબંદર ની આર્ય ક્ધયા વિદ્યાલય ગુરુકુળ માં લઇ બાદમાં બરોડા એમ.એસ. માં અભ્યાસ કરી આઇપીએસ થયા પછી જૂનાગઢ, અમદાવાદ, મહીસાગર, અમદાવાદ ફરજ બજાવી ચૂકાય છે. પ્રારંભથી મહેનત દ્વારા પોતાની જીંદગી બનાવનાર ઉષા રાડા આજે અમદાવાદ ખાતે લગ્નગ્રંથીથી જોડાયા છે. ઉષા રાડા આઇપીએસ સાથો સાથ વડોદરા ખાતે જર્નાલીઝમ પણ કરેલ છે.
તેઓ સોશિયમલ નેટવર્કીંગ માધ્યમ દ્વારા કોન્ટેકટમાં આવેલ લંડનના ફેસબુક ફ્રેન્ડ નરેશભાઇ દેસાઇ સાથે પરિચયમાં આવ્યા હતા ઉલ્લેખનિય છે કે, ઉષા રાડા અને નરેશભાઇ સૌ પ્રથમ લગ્ન સમયે જ મુલાકાત થઇ હતી. તેઓ અમદાવાદ ખાતે ત્રણ દિવસ અગાઉ આવી ગયેલ હતા. નરેશભાઇ હાલમાં લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર પોતાની ફરજ બજાવે છે. બાદમાં તેઓ ગુજરાતના જ રહેવાસી બની જશે.
મર્યાદિત ફકત પરિવારની હાજરીમાં જ કોર્ટમાં લગ્ન યોજાયા હતા. કોર્ટ મેરેજ પછી ફંકશન રાખવામાં આવ્યું હતું. જેમાં મિત્રો તેમજ પરિવારે હાજરી આપી હતી. નરેશભાઇ છેલ્લા 15 વર્ષથી લંડન સ્થાયી છે. લગ્ન ગ્રંથીથી જોડાયા બાદ ઉષા રાડાને ઠેર ઠેર ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી)

NO COMMENTS