ખુરશી નો શું વાંક ? તેને પણ બંધાવવું પડયું ! : જસદણ સી.એમ. ના કાર્યક્રમમાં

0
88

સી.એમ.ના જસદણ કાર્યક્રમમાં પાસના કાર્યકર્તાઓ દેખાવો કરશે અને સુરત જેવી બીજીવાર ન થાય તે માટે શનિવારે જસદણ ખાતે હોસ્પિટલ ના ખાતમૂહર્ત પ્રસંગે સભામંડપમાં પાથરવામાં આવેલી પ્લાસ્ટીક ની ખુરશી ને દોરી વડે એકબીજા ખુરશી સાથે બાંધી રાખવામાં આવી હતી અને પાસના કાર્યકર્તાઓ ઉપર બાઝ નજર રાખવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, સુરત ખાતે અભિવાદન સમારોહ માં પોલીસની નજર ચુરાવી પાસના કાર્યકર્તાઓ સ્ટેજ સુધી પહોંચી જનરલ ડાયર ગો બેક અને વગેરે સુત્રોચ્ચાર કર્યા હતા. અને ખુરશીઓના ઘા કર્યા હતા. આવો બનાવ બીજીવાર ન બને તે માટે પહેલેથી આગમચેતી વાપરી ખુરશીઓને બાંધી રખાઇ હતી..! બીજી બાજુ ભાવનગર ખાતે પણ પાસના કાર્યકર્તાઓ કાર્યક્મ સ્થળે પહોંચી સુત્રોચ્ચાર કર્યા હતા. જયારે જસદણ માં અમુક ભાગમાં જાળી લગાવી પિંજરા બનાવ્યા હતા.

(સુત્રોમાંથી )

NO COMMENTS