ગુજરાત રાજકારણ : દોસ્તી અને દુશ્મની નું કોકટેલ : શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ નો સાથ છોડશે ?

0
78
gujarat politics : shankersinh vaghela
gujarat politics : shankersinh vaghela

દોસ્તી અને દુશ્મની નું કોકટેલ છે રાજનીતિ અને ગુજરાત માં શંકરસિંહ વાઘેલા થી વધારે ભાગ્યે જ કોઇ જાણતું હશે. ભારતીય રાજનીતીમાં વાઘેલા જેવા કોઇ ભાગ્યે જ નેતા હશે જેના વિષે તમે નકકી ન કરી શકો કે તે દોસ્ત કોના છે અને વિરોધી કોના છે ? ગુજરાત કોંગ્રેસ ના મુઠીભર વજનદાર નેતાઓ માં એક વાઘેલા બાહુબલી બની પાર્ટી ની સામે તલવાર લઇ ઉભા છે.
આ વખતે ટવિટર ઉપર રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ ને અનફોલો કરી તે ચર્ચામં છે ગત મહિને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે વાઘેલા એ એક મિટિંગ કરી હતી. તે પછી ઘણી અટકળો લગાવાઇ રહી હતી. શું શંકરસિંહ વાઘેલા બાપુ કોંગ્રેસ નો સાથ છોડી ભાજપમાં જોડાઇ જશે ? તેવી અટકળો અને ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
પરંતુ શું ગુજરાતમાં બાપુ નામથી પ્રખ્યાત અને નારાજ શંકરસિંહને કોંગ્રેસ મનાવી શકશે ?
અથવા તો રાહુલ ગાંધી એ આ વખતે જણાવી દીધું છે કે બાહુબલી ખુદ પોતે જ છે તો તે નકકી છે કે ઉંચું કદ અને દબંગ અવાજ વાળા 77 વર્ષીય ગુજરાતના પૂર્વ સી.એમ. વાઘેલા રિટાયરમેન્ટ ના મુડમાં તો નથી ને ?
તે જાણે છે કે આ વર્ષે યોજનારા ગુજરાત ચૂંટણી તેમની છેલ્લી ચૂંટણી હોઇ શકે પરંતુ છેલ્લા બે દશકાથી ગુજરતામાં કોઇ પણ ચૂંટમી હોય વાઘેલા ની નારાજગી વાળા સમાચાર તો એક રિવાજ બની ગયો છે. તે પછી વાઘેલા ભાજપમાંથી લડતા હોય.
કોલેજ સમય થી આરએસએસમાં જોડાયેલા વાઘેલા ને ઇમરજન્સી સમયે ઇંદિરા ગાંધી ની સરકારે જેલમાં બંધ કરી દીધા હતા. તે જનસંઘ થી જોડાઇ 1977 માં જનતા પાર્ટીની ટિકીટ ઉપર લોકસભાના સભ્ય બન્યા હતા. 1980 માં તે ગુજરાત ભાજપના મહાસચિવ અને તે પછી પાર્ટી અધ્યક્ષ 1990 પછી જયારે લાલકૃષ્ણ અડવાણી ભાજપના રાષ્ટ્રીય નેતા બન્યા ત્યારે નકકી હતું કે નેતા વાઘેલા જ બનશે.
ભૂતકાળમાં તે દિવસોમાં તે નરેન્દ્ર મોદીના સૌથી વધુ નજીક ના સાથી હતી. તે ગુજરાતમાં ફરતા હતા ત્યારે અડવાણી ની લાગણી મોદી તરફ વધુ હતી. અને બાપૂ જાણી ગયાહતા કે તેમના દોસ્ત તેમના માટે ખતરા સમાન છે. 121 સીટો ઉપર 1995 માં ભાજપ જીતી ત્યારે અડવાણી અને મોદીએ વાઘેલા ને હટાવી કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. બાદમાં શંકરસિંહે ભાજપ સામે મોરચો માંડયો હતો.

(સુત્રોમાથી એજન્સી)

NO COMMENTS