ગુજરાત 2002 દંગા નો આરોપી લંડન માંથી ઝડપાયો

0
140

ગુજરાતમાં આણંદ જિલ્લા ના ઓડે ગામમાં 2002 માં દંગા ફસાદ ના મામલા નો એક આરોપી લંડન પોલીસે ગિરફતાર કર્યો છે. અને તેને વિશેષ પુછપરછ વિભાગ તેને પાછો લઇ આવશે. તે જામીન લઇને ભારત બહાર ભાગી ગયો હતો. ગાંધીનગર લોકલ એલસીબી જણાવ્યું કે ઓડે દંગા મામલા નો આરોપી સમીર પટેલ ને લંડન પોલીસે ઝડપી લીધો છે. તે જામીન ઉપર બહાર આવ્યા પછી ફરાર થઇ ગયો હતો. લંડન માં તે હોવાની બાતમી મળતા તેની સામે રેડકોર્નર નોટિસ જારી કરાઇ હતી. તેને હિરાસત માં લેવા અધિકારી લંડન જશે. તેને ભારત પાછો લાવવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત લવાશે. આ મામલે અન્ય બે આરોપી નાતૂ પટેલ અને રાકેશ પટેલ પણ ફરાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS