ગુજરાતમાં જંગલરાજ છે : અરવિંદ કેજરીવાલ

0
63

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દલિતો ઉપર હાલમાં થયેલા હુમલા અને પાટીદાર આંદોલન નો હવાલો આપતા દાવો કર્યો હતો કે ગુજરાતમાં જંગલ રાજ કાયમ થઇ ગયું છે.
ઉનામાં સ્વતંત્રતા દિવસ સમારોહ પછી દલિતો ઉપર ફરીથી હુમલા થયા નો મુદ્દો ઉઠયો હતો. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે સરકાર જાણીજોઇને હુમલાની ભૂમિકા રચી રહી છે.
કેજરીવાલે સંવાદદાતાને જણાવ્યું કે ઉનામાં સ્વતંત્રતા દિવસ સમારોહ વખતે જયારે દલિત સમુદાય ના લોકો પરત ફરી રહ્યા હતા. ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો. અને પોલીસે કશું કર્યું નહીં. તે વાત નકકી છે કે, ગુજરાત ની ભાજપ સરકાર તરફથી મોકલેલ અપરાધી અહીંયા દલિતો ઉપર વારંવાર હુમલો કરે છે. તેમણે જણાવ્યું કે : રાજયમાં જુદા જુદા સમુદાયો ના લોકો સરકારથી મુશ્કેલીમાં છે. અને પ્રદર્શન ના રુપે પોતાની અવાજ ઉઠાવે છે. ગુજરાતમાં એક તરફથી જંગલ રાજ છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ગુજરાત સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ ને લઇને અસહિષ્ણુ છે.
તેમણે જણાવ્યું કે : ગુજરાતમાં દમન નો માહોલ છે. ભાજપ સરકારે સમજવું જોઇએ કે આ તાનાશાહી નહીં, પરંતુ લોકતંત્ર છે. જનતા માયને રાખે છે. તે એવો સબક શીખડાવશે કે ભાજપ કયારેય નહીં ભૂલી શકે.

(પી.ટી.આઇ.)

NO COMMENTS