ટેનિસ ની રમતમાં વાંકાનેર ના સૈફ અને બન્ટીની ચેમ્પિયન હેટ્રિક

0
43

(ભાટી.એન. વાંકાનેર)

ગુજરાત સરકાર રમત ગમત વિભાગ દ્વારા દર વર્ષે રાજયકક્ષાની સ્કુલ ગેમ્સનું આયોજન કરાયું હતું. વર્ષ 2016 માટે ફૂટબોલ ટેનિસની રમતની હરીફાઇનું આયોજન જૂનાગઢ ખાતે તા. 26 સપ્ટે. ના રોજ કરાયું હતું. જેમાં ગુજરાતની અન્ડર-19 ના બોયઝ અને ગર્લ્સની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંતે અન્ડર-19 માં બોયઝમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધીત્વ કરતા અને વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ ના ખેલાડી સૈફ માથકિઆ અને અભિનાથ દુબે બન્ટી ભાવનગર ના ખેલાડીઓને 11-9 હરાવીને ચેમ્પિયન થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે સૈફ અને બન્ટીએ ત્રીજી વખત ગુજરાત ચેમ્ાિપયન થઇને હેટ્રીક મારી છે.
સૈફ અને બન્ટી ફૂટબોલ ટેનિસ રમતમાં જોરદાર પ્રદર્શન છે કે અન્ય ગુજરાતના ખેલાડીઓ આ બન્ને ખેલાડીઓ સ્કુલ ગેમ્સમાંથી નિકળે તેની રાહ જોઇ રહ્યા હતા છેલ્લા ત્રણ વર્ષની બન્ને ખેલાડીઓ સામે ગુજરાતના કોઇ ખેલાડી જીતી શકયું નથી. સૈફ અને બન્ટી હાલમાં ધો. 12 માં અભ્યાસ કરે છે.
સૈફ અને બન્ટીના પ્રદર્શન માટે તેમના કોચ મુસ્તાક સુમરાનું માર્ગદર્શન પ્રેકટિશનું પરિણામ છે.
gujarat-tennis-tournament-winner

NO COMMENTS