ભારત સાથે જલ્દી બદલો લેવાશે : પાકિસ્તાની આતંકી હાફિઝ સઇદ

0
96

પીઓકે માં ભારતીય સેના ના જવાનો દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કાર્યવાહી થી આતંકી સરગના અને જમાત ઉદ દાવા ના મુખ્યા હાફિઝ સઇદ ભઠાણો છે. તેણે ભારતને ધમકી આપી છે કે ભારત સાથે જલ્દી બદલો લેવામાં આવશે. હફિઝે ટવિટર એકાઉન્ટ થી ધમકી ભર્યા ટિવટ કર્યા છે. તેણે જણાવ્યું કે કાશ્મીર ની આઝાદી થી ભઆરત ની તબાહી શરુ થશે. 1971 થી લઇને ઘણી વાતો નો બદલો લેવામાં આવશે. હાફિઝ સૈયદે જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા થી જોડાયેલા મુદ્દા ઉપર રાજનેતાઓ, ધાર્મિક સંગઠનો ને એક થવા અપીલ કરું છું. કાશ્મીર ને આઝાદ કરાવવા માટે પાકિસ્તાની સુરક્ષા બળો ને આઝાદી આપવી જોઇએ. જે લોકો અમારું પાણી રોકવાની ધમકી આપે છે તે સાંભળી લે કાશ્મીર પોતાના બંધો સાથે આઝાદ થશે. વધુમાં જણાવ્યું કે ભારતના મિડિયા પણ સાંભળી લે કે પાકિસ્તાની જવાન પણ કેવી સર્જિકલ સ્ટ્રાઇક કરે છે. અમેરિકા પણ મદદ નહીં કરી શકે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS