વાળની સંભાળ કઇ રીતે લેશો

0
539

વાળની તંદુરસ્તી માટે ઘરે બનાવેલ આંબળા-મહેંદી-ભાંગરા-બ્રાહ્મી વગેરેનું તેલ બનાવી માથામાં માલીશ કરો.

– વાળને અરીઠા, શીકાકાઇ, આંબળાથી ધોવો.
– વર્ષમાં 1-2 વાર અઠવાડિયા સુધી વાળ ખરે તે કુદરતી પ્રક્રિયા છે.

વાળ ખરે તો :-
– ગરમ કરેલ દિવેલ લગાડો
– કાંદાનો રસ લગાડો
– ખાંડ અને લીંબુના રસથી માથુ ધોવો, ખોડો-જૂ નીકળી જશે.
– આંબળા,કાળાતલ, ભાંગરો, બ્રાહ્મી સરખા ભાગે લઇ સવાર સાંજ ફાકડી ભરવી.
– આંબળા વાળનું ઉત્તમ ટોનીક છે રોજ 1 ચમચી લ્યો.
– લીમડાના પાનને વાટી માથું ધોવાથી ખોડો મટે છે.
– કાકડી વાળ માટે ઉપયોગી છે.
– ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી વાળને ચોળીને ન્હાવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.
– 250 ગ્રામ કોપરેલમાં મેંદીના પાન નાખી ઉકાળી તેલ બનાવી વાળમાં માલીશ કરવાથી વાળ વધે છે. શિયાળામાં કોપરેલને બદલે સરસીયું તેલ વાપરવું.
– ખરતા વાળ માટે મેથી 100 ગ્રામ, 250 ગ્રામ કોપરેલ નાખી શીશાને સાત દિવસ તડકામાં રાખો. પછી ગાળીને માલીશ કરવાથી વાળ કાળા થાય, ખરતા વાળ બંધ થાય તથા ભરાવદાર થાય.
– ટમેટાનો રસ 1 ભાગ ઉપરાંત બે ભાગ કોપરેલ માથામાં માલીશ કરી થોડીવાર પછી હૂંફાળા પાણીથી ધોવાથી ખોડો મટે છે. સાત્વિક ખોરાક અને પાચનતંત્ર વ્યવસ્થિત હોય તો શરીર અને વાળ તંદુરસ્ત રહે છે.

– સૌજન્ય : ડો. હર્ષદભાઇ પંડિત
ઓમ, 4-કરણપરા
રાજકોટ
મો. 94282 99637

NO COMMENTS