હવે હાજી અલી દરગાહમાં મહિલા પ્રવેશ કરી શકશે : મુંબઇ હાઇકોર્ટ

0
86

મુંબઇ હાઇકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હાજી અલી દરગાહ માં મહિલાઓ ઉપર લગાવામાં આવેલ પ્રવેશ નિષેધ હટાવી લેવાયો છે. હવેથી મહિલાઓ પણ હાજી અલી દરગાહ માં જઇ શકશે. હાઇકોર્ટે જણાવ્યું કે : કાનૂન તે વાત ની મંજૂરી આપે છે. તેના આધાર ઉપર મહિલાઓ ના પ્રવેશ વિરોધ સામે પાબંધી હટાવી લેવાઇ છે. મહિલાઓના અધિકાર માટે લડી રહેલી ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઇ એ જીત હાંસીલ કરી છે.
મુસ્લિમ મહિલા આંદોલન 2014 માં આ કેસ ને મુંબઇ હાઇકોર્ટ ને લઇને સુનવણીમાં કાનુન હેઠળ મહિલાઓ પણ ત્યાં જઇ શકે તેવી મંજૂરી છે. મહિલાઓની સુરક્ષા ની જવાબદારી હાજી અલી ટ્રસ્ટની જવાબદારી છે. ઉલ્લેખનિય છે કે હાજી અલી દરગામાં મહિલાઓ જઇ તો શકતી હતી. પરંતુ મજાર થી એક હાથ પાછળ ઉભી રહેતી હતી. આના વિરોધમાં એક મુસ્લિમ આંદોલન નામની સંસ્થા એ બોમ્બે હાઇકોર્ટમાં જનહિતમાં અરજી દાખલ કરી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS