ઘર ઘરનું ઔષધ : હળદર

0
1331
haldi useful in life
haldi useful in life

સંસ્કૃતમાં હળદરને હરિદ્રા કહે છે. હળદર એક જાતના છોડનું મૂળ છે. તેનો રંગ પીળો અને ગમે તેવો હોય છે. એની સુવાસ મધ્યમ કહેવાય. એનો ઉપયોગ રંગ કરવા માટે પણ કરાય છે. હળદર વાયુનાશક, મગજશકિત વધારનાર છે. એ મળાશયના વાયુવિકાર અને મંદાગ્નિમાં સેવવા યોગ્ય છે. એ ભૂખ લગાડે છે.
હળદરનો ઉપયોગ બધી જાતના શાકભાજી, દાળ અને ખીચડીમાં થાય છે. હળદર નાખવાથી એમાં સુગંધ અને સ્વાદ આવે છે. હળદર વગરનો ખોરાક મનમોહક અને ક્ષુધાવર્ધક નથી લાગતો.
અમુક સ્ત્રીઓ લીલી કે સુકી હળદરનો ચૂર્ણ કરી શરીર ઉપર લગાવીને પછી સ્નાન કરે છે. આ શરીરની દુર્ગંધ, ખૂજલી, દરાજ અને ચામડીના રોગો દૂર કરે છે. ઉપરાંત એન્ટીસેપ્ટીક હોય છે. તેના ઉપયોગથી નકામા વાળ દૂર થાય છે. અને શરીરની ક્રાંતિ વધે છે.
ગૂમડી પર હળદર મીઠૂં, તેલ અને લોટ લગાવીને બનાવેલી પોટિસ લગાડવાથી એ પાકી જઇને રસી બહાર નીકળી જાય છે.  શરદી થઇ હોય ત્યારે હળદરનો ધુમાડો શ્ર્વાસ સાથે અંદર લેવાથી તેનો ઉપદ્રવ ઓછો થાય છે. અને શરદી પાતળી થઇ નીકળી જાય છે.
હળદર ઉલ્ટીને રોકે છે. અને વાત, પિત, કફના દોષો, માથાનો દુ:ખાવો અને દુર્ગંધવાળો પરસેવો દૂર કરે છે.
મૂંઢ માર, તાજા ઘા અને દાંતની પીડામાં લીલી હળદરનો રસ વાપરવામાં આવે છે. રસને પીડાવાળા ભાગ ઉપર લગાડાય છે.
ચાંદા અને ઘા પર હળદરનું ઝીણું ચૂર્ણ છંટાય છે. લીમડાનાં પાન અને હળદરનો બનાવેલો લેપ શીતળાના ફોલ્લા પર લગાવવાથી એ જલ્દી સારા થઇ જાય છે.
હળદરનો લેપ :
હળદરનું ચૂર્ણ-1 ચમચી, અરડૂસીના પાન-1 મૂઠી, ગૌમૂત્ર-જરુર મુજબ
ઉપર પ્રમાણે લેપ તૈયાર કરીને શરીર પર લગાવાથી ચામડીના રોગો મટી જાય છે.
હળદરનું પાચક ચૂર્ણ :
હળદર-4 ચમચી, સૂંઠ -4 ચમચી
કાળાં મરી- 2 ચમચી, ઇલાયચી- 2 ચમચી
બધાને ભેંગા કરીને ખાંડી નાંખવા આ એક માત્રા છે. આ ચૂર્ણ પાચક અને વાયુનાશક છે. પેટની ચૂંક પણ મટાડે છે. તેમજ પાચનજન્ય રોગો મટે છે.
હળદરનો કવાથ :
હળદરનું ચૂર્ણ- 2 ચમચી, પાણી- એક ગ્લાસ
બન્નેને બરાબર મેળવવા આંખ દુ:ખાવા આવી હોય, આંખમાં બળતરા થતી હોય. સોજો આવ્યો હોય, આંખ લાલ રહેતી હોય ત્યારે આ કવાથથી આંખ ધોવાથી ફાયદો થાય છે. ચોખ્ખા કપડાને આ કવાથમાં ભીંજવીને આંખ પર રાખવું.
હળદરનો મલમ :
હળદરનું ચૂર્ણ- 6 ચમચી
વેસેલિન- 4 ચમચી
બંનેને કાલવીને મલમ બનાવાય છે. વેસેલિનને બદલે એરંડિયું કે કોપરેલ વાપરી શકાય છે. હરસમાં આ મલમ ફાયદાકારક છે.
હળદરની પોટિસ :
હળદર -1 ચમચી, ભાત- 1-2 મુઠ્ઠી
વાટીને લેપ તૈયાર કરી, ગૂમડા પર લગાવવાથી એ જલ્દી પાકી જાય છે અને રસી બહાર નીકળી જાય છે.

NO COMMENTS