હનુમાનજીનું અનુષ્ઠાન

0
419

ભારત દેશ આસ્થાનો દેશ છે. ધર્મમાં સંકટ સમયની સાકળ જેવા મનવાંચ્છિત ફળ માટે અનુભવસિધ્ધિ અનુષ્ઠાન હોય છે. તેવું આ ઉપરોકત સિધ્ધ અનુષ્ઠાન છે. બહેનો વ્રત બાધા વગેરે કરે છે. જયારે પુરુષો વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે.
કાલિકાળમાં મુસીબતમાં મુકાય કે મૂંઝવતા માણસને ઉકેલ લાવવા આવું અનુષ્ઠાન આશિર્વાદ જેવું સાબિત થાય છે. જયારે માણસ બેકાર હોય, આમદાની ઓછી હોય, સંકટ આવી પડયું હોય, ત્યારે હાઇકોર્ટના ચૂકાદા જેવું આવું અનુષ્ઠાન જો માણસ કરે તો જરૂર તેને માનસિક શાંતિ અને મૂંઝવણનો ઉકેલ લાવી કાયમી જીવન શાંતિ બક્ષે છે તો પ્રભુનો પાડ માને છે. જયારે પરિવારમાં બાળકોને પાલન પોષણનો પ્રશ્ર્ન હોય નોકરીનું કોઇ ઠેકાણું ન હોય ત્યારે મૂંઝવણનો પાર ન હોય તેવા સંજોગોમાં ડૂબતા માણસને આશ્રય મળે ત્યારે જાદું લાગે છે.
– આ અનુષ્ઠાન 42 દિવસનું હોય છે.
– 108 તુલીશીના પાંદડા ઉપર દાડમની ડાળીની કલમ બનાવી કેસરની શાહીથી 108 વખત શ્રી રામ બોલીને હનુમાનજીના મસ્તકે બોલીને ઉપરોકત પાંદડા શ્રધ્ધાથી ચઢાવવા. તે દરમિયાન માત્ર ઘરની રસોઇ ખાવી, બહારનું કાંઇ ખાવું નહીં. કંતાન કે ચટાઇ ઉપર સુવું. બ્રહ્મચર્ય અને પવિત્રતા જાળવવી. દરરોજ રામાયણ વાંચવું, શ્રી રામ જય રામ જય જય રામની માળા કરવી .
42 દિવસ સુધી દાઢી કે હજામત કરવી નહીં. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ઉપરોકત 42 દિવસ પુરા થયા પછી બ્રહ્મભોજનમાં લાડુ, ચણા વગેરેનો થાળ દાન, દક્ષિણા સાથે હનુમાનજીને ધરાવી નૈવૈધ કરી ઉજવવું. આ અનુષ્ઠાન ભાવપૂર્વક શ્રધ્ધાથી કરવું. જેમણે આ અનુષ્ઠાન બતાવેલ તે ભાઇને અનુષ્ઠાનની કોર્ટમાં નાજરની નોકરી મળેલી જે સાંગોપાંગ કરી જીવન સફળ થયેલું અને બીજી અન્ય પ્રવૃત્તિઓ અને પ્રગતિ કરીને જીવન સફળ થયેલું તે જ ચમત્કાર કહેવાય.

NO COMMENTS