2017 ને વિશ્વભરે વધાવ્યું : ભારતમાં લોકો ભૂલ્યા નોટબંધી

0
56
happy-new-year-2017-welcome-bye-bye-2016
happy-new-year-2017-welcome-bye-bye-2016

ગત વર્ષે વિશ્વભરમાં ઘણી આતંકીઓ ઘટના બની. આ બધાને લઇને દુનિયાભરમાં લોકો આતંકવાદીઓ ની ધમકીઓ ને માત દઇને લોકો નવા વર્ષને ઉજવવા જશ્નમાં ડૂબ્યા હતા. ઓસ્ટ્રેલિયા ના સિડની શહેરમાં ખૂબસૂરત સમુદ્રતટ ઉપર આતશબાજી ને લઇને લાખો લોકો ઉમટયા હતા.
આવી જ રીતે અમેરિકા, લંડન માં પણ નવા વર્ષ ને લોકો એ ભારે ઉત્સાહ થી ઉજવયો હતો. જયારે ભારતમાં દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બેંગ્લોર, અમદાવાદ, સુરત, બરોડા જેવા શહેરોમાં પણ નવા વર્ષની વધાવવામાં આવ્યું હતું. ઠેર ઠેર પાર્ટી, ડાન્સ વીથ ડિનર ના આયોજન કરાયા હતા. સાથો સાથ ગુજરાતમાં દારુબંધીને લઇને ઘણી જગ્યાએ પોલીસ દ્વારા પીધેલાઓને ઝડપી પાડયા હતા. સૌરાષ્ટ્ર તરફથી લોકો દિવ તરફ પહોંચ્યા હતા. જયાં દિવ થી પીધેલી હાલતમાં પરત આવતા લોકોને પોલીસે ઝડપ્યા હતા. જયારે અમદાવાદ શહેરમાં બહારના વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં પાર્ટીઓનું આયોજન કરાયું હતું. રાજકોટમાં પોલીસનું કડક ચેકિંગ ના કારણે પીઘેલાઓના નાકે દમ આવી ગયો હતો.

NO COMMENTS