અમીત શાહ મારી ઉપર હુમલો કરાવી શકે છે : હાર્દિક પટેલ

0
102

પાટીદાર આંદોલન ના પ્રમુખ હાર્દિક પટેલે લગાવ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ઉપર આરોપ, રાજસ્થાન સરકાર તથા પોલીસ ની ગતિવિધિયાં પણ જણાવી.
ગુજરાત માંથી તડીપાર હાર્દિક ઉપર સ્થાનીક પોલીસ સીસીટીવી કેમેરા થી નજર રાખે છે. પરંતુ હવે હાર્દિક પોતાની અને સીસીટીવી કેમેરા લગાવી પોલીસ ની હલચલ ઉપર નજર રાખશે. આ પગલું હાર્દિકે ત્યારે ઉઠાવ્યું જયારે હાઇકોર્ટ તેને ઉદયપુર માં બહાર નીકળવાની મંજૂરી આપી છે. પરંતુ તેને જયાં જવું હોય ત્યાં પોલીસ ને 24 કલાક પહેલા જાણ કરવી પડશે. પટેલ આંદોલન ના સુત્રધાર હાર્દિક પટેલે પોતાની જાન ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ થી જોખમ છે તેમ જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તે હાલમાં પૂર્વ ધારાસભ્ય પુષ્કર ડાંગી ના મકાનમાં રહે છે. તેની આસપાસ રાજસ્થાન સરકાર અને પોલીસ ની ગતિવિધિયાં વધી ગઇ છે. તેણે તે ગતિવિધી ઉપર નજર રાખવા કેમેરા લગાડવાનું નકકી કર્યું છે.
હાર્દિકે જણાવ્યું કે : પટેલોને તોડવા ભાજપ મથી રહી છે. ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ તેના ઉપર હુમલો કરાવી શકે છે અથવા કોઇ ષડયંત્ર માં ફસાવી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS