હાર્દિક પટેલ : રાજસ્થાન સરકાર ઘરમાં કેદ રાખે છે તેવો આરોપ

0
103

ગુજરાત ના પાટીદાર આંદોલન થી ચર્ચામાં રહેલ હાર્દિક પટેલ તરફથી રાજસ્થાન કોર્ટમાં એક અરજી કરાઇ છે જેમાં તેને બંંદી રાખવામાં આવી રહ્યો છે. જે મુદે રાજસ્થાન હાઇકોર્ટે રાજય સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ બાબતે સરકાર જવાબ આપવા જણાવ્યું છે.
હાર્દિક પટેલ તરફથી રફિક લોખંડવાલા ને એક અરજીમાં ઉદયપુર માં પોલીસ પહેરાથી મુકત કરવા તેણે રાજસ્થાન ગૃહ વિભાગ ના સચિવ, પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક ઉદયપુર ને પક્ષકાર બનાવ્યા છે. હાર્દિખ પટેલ તરફથી રજૂ કરાયેલી અરજી માં જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટ ના આદેશથી ઉદયપુર પોલીસ ખોટી વ્યાખ્યા કરે છે. તેણે જબરજસ્તી ઘરમાં બંધક બનાવાયો છે. કયાંય બહાર જવા દેવામાં આવતો નથી. તે જયાં રહે છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવી સાથે પોલીસ જાપ્તો ગોઠવાયો છે. જેથી તે ઘરની બહાર નો નીકળી શકે. હાર્દિક પટેલ ને જામીન આપતા પહેલા હાણકોર્ટ દ્વારા બોન્ડ લેવાયા હતા જેમાં છ માસ સુધી તે ગુજરાત બહાર રહેશે. જે મુદ્દે તેણે ઉદયપુર નું સરનામું આપેલ તે બાદ તેને જામીન આપવામાં આવેલ.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS