ગ્લોબલ વોર્મિગના કારણે દર વર્ષે ગરમીમાં વધારો થતો જાય છે

0
21
high temperature, hot, sun
high temperature, hot, sun

ગરમ લૂ કરશે હેરાન ?

આ વખતની ગરમી એ તો ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓ ના હજારો લોકોને હોસ્પિટલના દરવાજો દેખાડી દીધો છે. સખત ગરમીના પારા ને કારણે હજારો લોકો ને ચકકર આવવા, ગભરામણ થવી, વારંવાર ગળું સુકાઇ જવું, માથાનો દુ:ખાવો ઝાડા ઉલ્ટીઓ સહિત આખા શરીરમાં કળતર અને થાક લાગવાની ફરિયાદો સાથે ડોકટરો અને હોસ્પીલટલી મુલાકાત લઇ રહ્યા છે. એક માહિતી અનુસાર સૌથી વધારે તો અમરેલી સુરેન્દ્રનગર સહિત જૂનાગઢ અને ગિરનાર ઉપર ગરમીનો પારો ઉંચો રહ્યો છે. રાજકોટ શહેરમાં તો સવાર સાંજ વાતાવરણ સારું હોય છે પણ અમદાવાદ સુરેન્દ્રનગર અને ગુજરાત સૌરાષ્ટ્ર ના અનેક શહેર અને ગામડાઓમાં તો રાત્રીના મોડે સુધી ગરમ વાતાવરણ થી લોકો ત્રાહીમાન પોકારી રહ્યા છે.
આજાકાલ પૃથ્વી ઉપર વધતાં જતાં ગ્લોબલ વોર્મિગના કારણે દર વર્ષે ગરમીમાં વધારો થતો જાય છે જેમાં વાતાવરણ માં લાખો કાર અને બાઇક તથા વિવિધ કારખાનાઓના ધુમાડાઓ પણ તેટલા જવાબદાર છે. વધતા જતાં આ ખરાબ વાતાવરણ ને તો રોકી શકાય તેમ નથી તાજેતરમાં જ આપણાં દેશની રાજધાની દિલ્હીમાં તો સમગ્ર શહેરનું વાતાવરણ પ્રદુષિત થઇ ગયેલું હતું લોકોને ફરજીયાત માસ્ક પહેરવા પડયા હતા. શહેર અને ગામડાઓમાં ફેલાતા આ પ્રકારના પ્રદૂષિત વાતાવરણ ને તો આપણે રોકી શકીએ તેમ નથી ત્યારે તેના થી બચવા માટેના ચોક્કસ પ્રયત્નો કરવા જોઇએ. તેજ અંગ બાળી નાખતો તડકો અને હવામાં લહેરાતી ગરમ લૂ ના કારણે સૌથી પહેલાં આપણી ત્વચા ઉપર અસર કરે છે. જેને બોલચાલ ની ભાષા માં હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે તેનાથી બચવા માટે ખાસ પ્રયત્ન કરવા જોઇએ.
વધુ સમય સુધી આ પ્રકારની ગરમીમાં રહેવાને કારણે શરીરના તાપમાનમાં વધારો થાય છે પરિણામે તાપમાન સહન કરવાની શકિત ક્ષીણ થઇ જાય છે. વધુ તાપમાન ના કારણે શરીરમાં રહેલ પાણી ના પ્રવાહમાં ઘટ આવે છે. પાણી સુકાતું જાય છે જેને સન સ્ટ્રોક અથવા લૂ લાગી કહેવામાં આવે છે. જો આ સમયે તાત્કાલીક સારવાર લેવામાં આવે નહિં તો તેની અસર સીધી આપણા શરીરમાં રહેલા ખાસ અંગો જેવા કે કિડની, લિવર, હૃદય મગજ પર અસર કરે છે. સાથો સાથ આપણા શરીરમાં જે રકતનો પ્રવાહ વહે છે તેની ગતિમાં વધારો થાય છે પરિણામે દર્દીને ગભરામણ થઇ જતી હોય ચકકર આવે છે. પરસેવા થવા લાગે છે. આ પ્રક્રિયા દરમિયાન સીધી અસર મગજને પણ પહોંચે છે. અહિં મસ્તક માં રહેલ મધ્ય ભાગ સ્નાયુમાં હાઇપોથેલેમસ સંચાર જે રકત ના પ્રવાહનું નિયંત્રણ કરતું હોય છે તેમાં બાધ આવે છે જે નિષ્ક્રિીય બની જાય છે.
ગરમ લૂ ની અસર જેવી કોઇ પણ માનવી પર પડે છે ત્યારે શરુઆતમાં તેને પરસેવો નથી વળતો પરંતુ ચામડી શુષ્ક બની જાય છે. શરીર ચામડી શુષ્ક અને સંકોચાઇ જતાં જ દર્દીને ચકકર આવે છે અચાનક બેહોશ પણ થઇ જતો હોય છે. આ સમય દરમિયાન દર્દીના રકતચાપમાં વધારો નોંધાય છે. તેને થાકનો અનુભવ થાય છે. જો કોઇ બેહોશ થયો ન હોય તો તેને ચકકર આવે છે. સાથો સાથ માથા માં સખત દુ:ખાવો પણ થાય છે. મધ્યભાગમાં જાણે કોઇએ તીક્ષ્ણ હથિયાર માર્યું હોય તેવો અનુભવ થતો હોય છે કેમ કે સુરજનો તાપ સીધો જ માથાના મધ્ય ભાગ ઉપર જ થતો હોય છે.
લૂ ના હુમલા પછી દર્દીને ત્રીજા તબક્કામાં તાવ પણ આવે છે. આ સાથે તેના શ્ર્વાસોસ્વાસમાં વધારો થતો જાય છે. શરીરનો રંગ ફિકકો પડી જાય છે જાણે શરીર પર લીલ બાજી ગઇ હોય તેવું જણાય છે. આ પરિસ્થિતિ અત્યંત ઘાતક સાબિત થતી હોય છે. લૂ ના હૂમલા પછી જયારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે ડોકટર દ્વારા તાત્કાલીક અલગ અલગ પ્રકારના થર્મોમીટર દ્વારા તેના શરીરનું તાપમાન માપવામાં આવે છે. શરીરના ખાસ ભાગોમાં આ પ્રકારના થર્મોમીટર દાખલ કરીને ગરમીનું માપ માપ્યા પછી તાત્કાલીક સારવાર કરવામાં આવે છે.
હોસ્પિટલને લઇ જતાં આ પ્રકારના દર્દીને તાત્કાલીક લીંબુ નું પાણી, ઓઆરએસનું મિશ્રણ કરેલું પાણી પીવડાવતા રહેવું જોઇએ. સામાન્ય તાપમાનમાં ઘરે આવ્યા પછી થોડો આરામ કર્યા પછી નાળિયેર પીવડાવતા રહેવું જોઇએ, વરીયાળીનું શરબત સમયાંતરે આપવું જોિએ, શરીરમાં રહેલા કલોરીન અને સોડિયમ જેવા જ ઇલેકટ્રોનીક તત્વો ને બચાવવા માટે છાશ, લીંબુ પાણી, શીતલ જળ નો ખાસ લાભ લેવો જોઇએ કહેવત છે કે ગરમીનું મારણ ગરમ હોય છે. તેમ થોડા સમય પછી ચા નો પણ લાભ લઇ શકાય છે અનેક લોકો ગરમીમાં ચાય પીવાનો શોખ ધરાવતા હોય છે. ટુંકમાં ગરમીથી વધુ સાવધાન રહેવું.
– પુષ્પકુમાર પુરોહિત

NO COMMENTS