ગુડઝ અને સર્વિસ ટેકસનું વિહંગાવલોકન (જીએસટી શું છે )

0
56
Highlights of the GST Law
Highlights of the GST Law

(જય ભટ્ટ-આસ્થા મેગેઝિન)

ગુડઝ અને સર્વિસ ટેકસનું વિહંગાવલોકન (જીએસટી શું છે )
માલ અને સેવાના વપરાશ ઉપર એક સ્થળ આધારિત કર છે. તે ઉત્પાદનથી અંતિમ વપરાશ સુધી દરેક તબક્કે લાગુ કરવાની દરખાસ્ત તેની સાથે આગળના તબક્કામાં ભરવામાં આવેલ કરની ક્રેડિટ સેટઓફ તરીકે ઉપલબ્ધ રહે છે. સંક્ષિપ્તમાં માત્ર કિંમત વધારા ઉપર કર લેવામાં આવે છે. અને કરનો બોજો અંતિમ ગ્રાહક દ્વારા ઉઠાવવામાં આવે છે. વપરાશ પર
સ્થળ આધારિત કરનો ક્ધસેપ્ટ શું છે ?ટેકસ સત્તાવાળાઓ કે જેનું અધિકાર ક્ષેત્ર વપરાશ સ્થળ, કે જે પુરવઠા સ્થળ તરીકે પણ ઓળખાય છે, માટે કર જમા મળે છે.
જીએસટીને હાલમાં લાગુ કયા કર સમાવવામાં આવશે ?
જીએસટી હેઠળ સેન્ટ્રલ એકસાઇઝ ડયૂટી, એકસાઇઝ ડયૂટી, વધારાની એકસાઇઝ ડયુટી, વધારાની કસ્ટમ્સ ડયુટી, સ્પેશ્યલ એડિશનલ ડયુટી ઓફ કસ્ટમ્સ, સર્વિસ ટેકસ, સેન્ટ્રલ સરચાર્જીસ એન્ડ સેસીઝ કે જે સામાન અને સેવાઓ પૂરવઠા સંબંધિત છે.
રાજય દ્વારા લાદવામાં અને એકત્રિત કરવામાં આવેલ કર
સ્ટેટ વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેકસ, લકઝરી ટેકસ, એન્ટ્રી ટેકસ, એન્ટરટેઇનમેન્ટ અને એમ્યુઝમેન્ટ ટેકસ કે સ્થાનિક સંસ્થા દ્વારા લાદેલ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ટેકસ, ખરીદ વેરો,લોટરી જુગાર અને શરતો ઉપર વેરો, સ્ટેટ સરચાર્જીસ એન્ડ સેસીઝ કે જે સામાન અને સેવાઓ પુરવઠા સંબંધિત. જીએસટી કાઉન્સિલ, કેન્દ્ર, રાજય અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા લાદવામાં આવેલ કરવેરા, સેઝ અને સરચાર્જ બાબતે કેન્દ્ર અને રાજયોને ભલામણ કરશે.
વેરાઓ જીએસટીમાં સમાવિષ્ટ કરવા સિદ્ધાંતો અપનાવાયા ?
કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક વેરાઓ જીએસટીમાં સમાવિષ્ટ કરવા માટે અનેક શકયતાઓ તપાસવામાં આવી છે. તપાસ દરમિયાન સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવામાં આવે. કર અથવા વેરાઓ મુખ્યત્વે પરોક્ષ કર કે જે માલ પુરવઠા અથવા સેવા પુરવઠા ઉપર આધારિત હોય, સમાવિષ્ટ કરવા, સમાવિષ્ટ કર અથવા વેરાઓ સાંકળ છે જે આયાત ઉત્પાદન અને માલ ઉત્પાદન અથવા સેવાઓની જોગવાઇ અને સેવાઓ તથા સામાનનો વપરાશ. આ સમાવિષ્ટથી રાજયની અંદર અને આંતરરાજય સ્તરે ટેકસ ક્રેડિટનો મુકત પ્રવાહ થશે. કર, વેરા અને ફી કે જે માલ અને સેવઓ પુરવઠા સંબંધિત નથી તેને જીએસટીમાં સમાવિષ્ટ ન કરવી જોઇએ.
જીએસટીના કાર્યક્ષેત્રની બહાર કઇ કઇ વસ્તુ રાખી શકાય ?
માનવ વપરાશ માટે દારૂ, પેટ્રોલિયમ ઉત્પાદન જેવા કે પેટ્રોલિયમ ફ્રૂડ, મોટર સ્પિરિટ પેટ્રોલ, હાઇ સ્પીડ ડીઝલ, કુદરતી ગેસ, એવિએશન ટર્બાઇન ફલુડ અને ઇલેકટ્રીસીટી જીએસટીની રજૂઆત પછી વસ્તુઓ ઉપર કરવેરા બાબતમાં સ્થિતિ શું ? ઉપર દર્શાવેલ વસ્તુઓ ઉપર વર્તમાન કરવેરા સિસ્ટમ વેટ અને સેન્ટ્રલ એકસાઇઝ ચાલુ રહેશે.
જીએસટીથી દેશનેે શું લાભ થશે ?
જીએસટીનો પરિચય ભારતમાં પરોક્ષ કર સુધારણા ક્ષેત્રમાં એક ખૂબજ નોંધપાત્ર પગલું હશે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા લાગુ મોટી સંખ્યામાં અનેક કરવેરાઓને એક જ કરમાં ભેળવી દેવાથી તથા આગળના સ્તરના કરવેરાના સેટ ઓફની પરવાનગીથી, બીમાર અસરો દૂર કરી સામાન્ય રાષ્ટ્રીય બજાર માટે માર્ગ મોકળો બનશે. ગ્રાહકો માટે સૌથી મોટો લાભ માલ પર એકંદર કર બોજ ઘટાડો છે. જે હાલમાં પચ્ચીસ ત્રીસ ટકા હોવાનો અંદાજ છે. જીએસટીના પરિચયથી ઉત્પાદનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બની શકશે,આર્થિક વૃદ્ધિ પ્રેરે છે.વેપારના વોલ્યુમમાં વધારો થાય અને કરપાલનમાં સુધારો થાાય આ કર તેની પારદર્શકતાને કારણે સંચાલિત કરવા માટે સરળ બનશે.
જીએસટીના વેરા માટે દર કોણ નક્કી કરે ?
સીજીએસટી અને એસજીએસટી સંયુકત રીતે કેન્દ્ર અને રાજયો દ્વારા નકકી કરી લાદવામાં આવે છે. જીએસટી કાઉન્સિલની ભલામણોના આધાર ઉપર જીએસટી વેરાના દર સૂચિત કરવામાં આવે છે. જીએસટી કાઉન્સિલ દ્વારા કેવી રીતે નિર્ણયો લેવામાં આવે છે : બંધારણ એકસો એક સુધારો ધારો, 2016 અનુસાર જીએસટી કાઉન્સિલનાં દરેક નિર્ણયો એક બેઠકમાં લેવામાં આવશે કે જેમાં સભ્યોની હાજરી તથા મતદાન ત્રણ ચતુર્થાંશ ભારિત મતોથી બહુમત હોવો જોઇએ.બેઠકમાં કેન્દ્ર સરકારમાં કુલ પડેલા મતમાંથી એક તૃતીયાંશ મતોનું વેઇટેજ મળે છે અને રાજય સરકારનાં ભેગા મળીને પડેલા કુલ મતોમાંથી બે તૃતીયાંશ વેઇટેજ મળે છે. જીએસટી કાઉન્સિલનાં કુલ સભ્યોની સંખ્યામાંથી અડધા સભ્ય સંખ્યા વડે બેઠકોમાં કોરમની રચના કરી શકે છે.

1 જુલાઇથી લાગુ થશે જીએસટી કઇ ચીજ વસ્તુ સસ્તી થશે ?
1 જુલાઇ થી આખા દેશમાં જીએસટી લાગુ થનાર છે. આ લાગુ થતા ની સાથે દેશમાં એક ટેકસની વ્યવસ્થા હશે, પરંતુ દેશભરમાં એક ટેકસ લાગુ થવાની કોઇ વસ્તુ સસ્તી થશે તો કોઇ ચીજ વસ્તુ મોંઘી થશે. આપનું ખિસ્સું થોડું ઢીલું કરવું પડશે. કઇ ચીજ સસ્તી થશે અને કઇ ચીજ મોંઘી બનશે.
– પેકેટ ચા અને કોફી
હાલ વર્તમાન ટેકસનો દર 10.29 છે. જીએસટીમાં આ દર પાંચ ટકા છે. એટલે કે એક મહિનામાં 150 રુપિયા પેકેટ ચા ના તથા કોફી ની કિંમત 143 રૂપિયા આવશે. જેમાં 7 રુપિયાનો ફાયદો થશે.
– કોલ્ડ્રીંકસ
હાલ વર્તમાન માં 53.85 પ્રતિશત ટેકસ છે. જે જીએસટીમાં 40 ટકા થશે. આપ મહિનામાં કોલ્ડડ્રિંકસમાં 300 રૂપિયા ખર્ચ કરો છો તો તે ઘટીને 269 થઇ જશે. એટલે કે 71 રૂપિયાની બચત થશે.
– મસાલા :
વર્તમાન સમયમાં મસાલા ઉપર 9.09 પ્રતિશત ટેકસ છે, જે જીએસટી લાગુ થયા બાદ પાંચ ટકા થઇ જશે. જો મહિનામાં આપ મસાલા 500 ગ્રામ ઉપયોગ કરો છો અને તેની કિંમત 150 રૂપિયા છે તો આ ખર્ચ ઘટીને 144 થઇ જશે. એટલે કે 6 રૂપિયાનો ફાયદો થશે.
– પેકેટ દહીં
આના ઉપર હાલમાં 8.7 ટકા ટેકસ છે, જે જીએસટી માં ટેકસ ફ્રી કરી દેવાયું છે. અટેલે કે આપ વર્તમાનમાં 100 રૂપિયા નું પેકેટના હિસાબથી ચાર પેકેટ 400 રૂપિયામાં ખરીદ કરો છો તો તે સીધા 368 થઇ જશે.એટલે 32 રૂપિયાનો ફાયદો થશે.
– શેમ્પૂ :
આના ઉપર 38.89 ટકા ટેકસ છે જે જીએસટી પછી ઘટીને 28 ટકા થશે. એટલે કે મહિનામાં 250 રૂપિયાની એક બોટલ ઉપયોગ કરો છો તો તે જીએસટી પછી તેની કિંમત 230 રૂપિયા થશે. અટેલે 20 રૂપિયાનો ફાયદો થશે.
– કોર્ન ફલેકસ :
આના ઉપર 32.74 ટકા ટેકસ છે. અને જીએસટી પછી 18 ટકા રહેશે. એટલે મહિનામાં 150 રૂપિયાના હિસાબ થી બે પેકેટ ખરીદો છો એટલે કે 300 રૂપિયાની ખરીદી કરો છો તો તે ઘટીને 268 રૂપિયા થશે. એટલે 32 રૂપિયાનો ફાયદો થશે.
– ચોકલેટ :
આના ઉપર હાલમાં 33.33 ટકા ટેકસ છે. જે 25 ટકા રહેશે. મહિનામાં જો 20 રૂપિયાના પેકેટના હિસાબથી 100 રૂપિયાના પાંચ પેકેટ ચોકલેટ ખરીદો છો તો તે માટે 95 રૂપિયા ચૂકવવા પડશે. પાંચ રૂપિયાનો ફાયદો થશે.
શાક, દાળ, વર્તમાનપત્ર, બ્રેડ દવા, ગર્ભનિરોધક, હેન્ડલૂમ, વોશિંગ મશીન, એરકૂલર, ફ્રીઝ,રેસ્ટોરન્ટ તથા હોટેલ સેવા , નકશા, માટીના બર્તન, પોસ્ટ વિભાગના કવરો,મલ્ટિપ્લેકસ ટિકિટ સસ્તી
હોટેલમાં રહેવું-મોબાઇલ ખરીદી મોધું :
શ્રીનગરમાં આયોજિત જીએસટી કાઉન્સિલની બેઠકમાં બીએસટી ના દરો ને 1 જુલાઇ થી લાગુ કરવાની મંજૂરી અપાઇ છે. આ ક્રમમાં ટેકસ સ્લેબ 5,12,18128 ટકાના ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. શિક્ષણ એ સ્વાસ્થ્ય વિભાગમાં ટેકાના સ્લેબથી બહાર રખાયું છે. આ સેવા ઉપરાંતની અન્ય વધારાની અન્ય બધી સેવાઓ ઉપર ના દરો ચાર સ્લેબમાં વિભાજિત કરાયા છે. ટેલીકોમ સેવાના ક્રમમાં ફોન ના બિલ ઉપર 18 ટકા ટેકસ લગાવાશે. ટૂરિઝમ સેકટરમાં આમ જનતા ને થોડી રાહત થશે. 1000 રૂપિયાથી ઓછું ભાડું વાળા હોટલો ને ટેકના દાયરાથી બહાર રખાયેલ છે, જયારે 1000-2500 રૂપિયા ના ટેરિફ વાળી હોટલો ઉપર 12 ટકા, 2500-પ000 રૂપિયા ના ટેરિફ વાળી હોટલો ઉપર 18 ટકા અને 5000 થી ઉપર વાળી ટેરિફ ઉપર હોટલોને 28 ટકા ટેકસ લાગશે. હવાઇ યાત્રાને પ્રોત્સાહન આપવાની કોશિશમાં સરકારના દરેક પગલાં અંતર્ગત ઇકોનોમી કલાકના હવાઇ યાત્રા ઉપર પ ટકા અને બિઝનેસ કલાસમાં યાત્રા ઉપર 12 ટકા જીએસટી લાગશે.ઓલો ઉબર જેવી ટેકસી સર્વિસ ઉપર 5 ટકા ટેકસ લાગશે.

1 જુલાઇથી મોંઘુ બનશે બેંક ટ્રાન્ઝેકશન કરવું
1 જુલાઇથી લાગુ થનાર જીએસટી કાનૂન દ્વારા બેંકમાં જઇને ટ્રાન્ઝેકશન કરવું ઘણું મોંઘુ બની જશે. સરકારે બેંકમાં થનાર પ્રત્યેક ટ્રાન્ઝેકશન ઉપર સર્વિસ ટેકસને 15 ટકા વધારીને 18 ટકા કરી દીધા છે. આ ટેકસ બધી પ્રકારની બેકોમાં દરેક પ્રકારના ખાતા ઉપર લાગુ પડશે.
વધુ પડતું બેંકમાં હવે મફત ટ્રાન્ઝેકશન કરવાની મર્યાદા નકકી કરાયેલ છે. પ્રાઇવેટ બેંકો જેવી કે આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એકિસસ બેંકે ટ્રાન્ઝેકશનની મર્યાદા નકકી કરેલ છે. હવે ભારતમાં સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ 1 જૂન થી બેંકીંગ ટ્રાન્ઝેકશનની મર્યાદા કરી દેશે. એસબીઆઇના ગ્રાહકો બેંક અને એટીએમ મળી ચાર ટ્રાન્ઝેકશન દર મહિને કરી શકશે. એસબીઆઇ પછી બાકી સરકારી બેંક પણ ગ્રાહકો માટે ટ્રાન્ઝેકશન મર્યાદા કરી શકે છે. બેંકિગ ક્ષેત્રના નિષ્ણાંતો મુજબ 1 જુલાઇથી ટ્રાન્ઝેકશન પછી થનાર દરેક ટ્રાંજેકશન કરવા માટે 100 રુપિયા ઉપર 3 રૂપિયાથી વધુ ટેકસ આપવો પડી શકે છે. તે ઉપરાંત ઇન્સયોરન્સ પોલિસી ખરીદવી તથા તેને રિન્યૂ કરવી પણ મોંઘુ બનશે. જો કોઇ વ્યકિત લાઇફ, હેલ્થ તથા જનરલ ઇન્સયોરન્સ પોલીસી ખરીદે છે તો તેના ખિસ્સાને મોંઘુ પડી શકે છે.

NO COMMENTS