નવરાત્રિમાં હિમાચલ ના શકિત પીઠો માં લાખો ની સંખ્યામાં ભકતો દર્શનાર્થેે

0
55

નવરાત્રિ ના પહેલા દિવસે હિમાચલના પ્રસિધ્ધ શકિત પીઠો માં ભકતોની ભીડ ઉમટી હતી. મંદિરમાં વિધિવત પૂજા અર્ચના તથા હવન બાદ ધજા ચડાવવાની વિધિ કરવામાં આવી હતી. દૂર દૂરથી ભકતો આવ્યા હતા. હિમાચલ ના પ્રસિધ્ધ મંદિરો માં દર્શનાર્થે પહોંચ્યા હતા. પરંતુ આ વર્ષે શ્રધ્ધાળુ નારિયેળ અને હલવો ન ચઢાવી શકયા સુરક્ષાના કારણે પ્રશાશન દ્વારા મંદિરોમાં નારિયેળ અને હલવા ચઢાવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.
નયનાદેવી મંદિર :
નવરાત્રિમાં પ્રખ્યાત સ્થળ નયનાદેવી માં પ્રથમ નોરતે યાત્રીકોની સુરક્ષા માટે ના ઇંતજામ કરાયા હતા. દર વર્ષે લાખો ભકતો ઉમટે છે. નવરાત્રિમાં માં નો દરબાર શણગાર કરવામાં આવે છે. આ વર્ષે 350 જેટલા સુરક્ષા કર્મીઓ સેવા આપી રહ્યા છે. આ વર્ષ સવારે 8 થી સાંજે 7 સુધી શ્રધ્ધાળુઓ માટે દ્વાર ખુલલા રાખવામાં આવે છે.
જવાલામુખી મંદિર :
જવાલામુખી મા ના દરબારમાં વિધિ વિધાન દ્વારા નવરાત્રિનો પ્રારંભ કરાયો આ વર્ષે ભકતો માટે પીવાના પાણી, સુરક્ષા અને ભંડારા ની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભકતોને કોઇ તકલીફ ન પડે. નવરાત્રિ દરમિયાન કલમ 144 તટે કોઇપણ વ્યકિત હથિયાર સાથે આસપાસ ના વિસ્તારમાં પ્રવેશી નહીં શકે ભકતોની મા ના દરબારમાં લાંબી લાઇનો જોવા મળે છે. લાખો ભકતો પુરા દેશમાંથી મા ના દર્શનાર્થ ઉમટયા છે.
ચિંતપૂર્ણી મંદિર :
ચિંતપૂર્ણ મંદિર 51 શકિત પીઠો માં એક છે. નવરાત્રિ દરમિયાન અહિંયા ભકતોની લાંબી ભીડ જોવા મળે છે. ચિંતપૂર્ણ મંદિરે પણ નવરાત્રિ ને લઇને પુરી વ્યવસ્થા કરવામાં આવી છે. ભકતો માટે ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ વિદેશમાં થી શ્રધ્ધાળુઓ ચિંતાપૂર્ણ માતાને માથું ટેકવવા આવે છે.
શકિતપીઠ ત્રિલોકપુર મંદિર :
નવરાત્રિમાં પહેલા દિવસે ઉતરી ભારતના પ્રસિધ્ધ શકિતપીઠ મહામાયા માતા બાલા સુંદરી મંદિર ત્રિકોલપુર માં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. 4 વાગ્યે ભકતો માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પૂજા અર્ચના હવન પછી ધજા ની વિધિ પૂર્ણ કરાઇ હતી. 1.00 કલાકે ભકતોની લાઇન થઇ હતી. જેના ઉપર થી માતા પ્રત્યે ની આસ્થાનો ખ્યાલ આવે છે જયાં લાખો લોકો દર્શને આવે છે.
ચામુંડા માતા મંદિર : અહીંયા હજારોની સંખ્યામાં માતાના દર્શને ભાવિકો આવ્યા છે. લાંબી લાઇન પછી માતાના દર્શન થાય છે. આ વર્ષે માતાને નાળિયેર વધારવાની મનાઇ છે. માટે લોકો એ દર્શન કરી સંતોષ માન્યો હતો.

NO COMMENTS