સૂર્યપ્રકોપ હાહાકાર મચાવે છે : જૂનાગઢ-પોરબંદર-ભૂજ માં અસહ્યા ગરમી

0
43
hitwave in gujarat state
hitwave in gujarat state

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમીનો પારો 45 ડિગ્રી ને વટાવી ચૂકયો છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અસહ્ય ગરમીને કારણે લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે કચ્છ ભૂજમાં 45.8, સુરેન્દ્ર નગર 45, કંડલા 45.5, જયારે રાજકોટમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. સમગ્ર શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય છે. પ્રશાસન દ્વારા લોકોને હિટવેવથી બચવા જણાવવામાં આવ્યું છે ત્યારે ગરમીના દિવસોમાં વધુ તકેદારી રાખવા જણાવાયું છે. અમરેલી પંથકમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જયારે હવામાન ખાતા અનુસાર આવી ગરમી મંગળવાર સુધી જણાશે. ગરમીના કારણે જનજીવન ઉપર અસર પહોંચી રહી છે. ત્યારે પોરબંદર તેમજ જૂનાગઢ પણ અતિ ગરમીથી પ્રભાવિત બન્યા છે. જૂનાગઢ ખાતે પર્વત ના તપવાના કારણે 45 ડિગ્રી તેમજ ઉપરના વિસ્તારમાં 47 ડિગ્રી સુધી તાપમાન નોંધાયુ હતું. ગરમી વધવા ના કારણે લોકોના ખોરાક માં અસર પહોંચી રહી છે. જયારે સામાજીક સંસ્થાઓ દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણી ના કુંડા ભરવા અપીલ કરવામાં આવી રહી છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS