આંખની કાળજી કેવી રીતે લેવી..

0
1601

– એકધારું વાંચવું નહીં કે ટીવી જોવું નહીં. વચ્ચે 4 થી પ મિનીટ આંટો મારી લેવો, તેમજ આંખો પટપટાવી
– સૂતા સૂતા વાંચવું નહીં.
– વાંચતા હો ત્યારે પ્રકાશ ચોપડી ઉપર રહે, આંખ ઉપર નહીં તે જોવું.

આંખની કસરત :
જે ઊભા ઊભા કે બેઠા બેઠા કે સૂતા કરી શકીએ છીએ.
– સીધુ મોઢું રાખીને આંખથી ડાબી, જમણી તરફ જોવું, ઉપર નીચે જોવું.
– આંખોના ડોળાને ગોળ ગોળ ફેરવો પછી આંખો વિરુદ્ધ દિશામાં ગોળો ગોળ ફેરવો
– હાથના અંગૂઠાને નાકની સામે દૂર સીધો રાખી ધીમે ધીમે બે આંખની વચ્ચે આવે ત્યાં સુધી જોતા રહો.
ખુલ્લી જગ્યામાં હો ત્યારે આંખ ફેરવ્યા વિના હાથની રેખા જોઇને ધીમે ધીમે નજીકની વસ્તઓ જોતા જોતા ક્ષિતિજ સુધી જોવો અને પછી ક્ષિતિજ થી ધીમે ધીમે પાછા હાથની રેખા જોવો. ટુંકમાં સુક્ષ્મ વસ્તુ જોવાની શરુઆત કરી, દ્રષ્ટિ આજુ બાજુ ફેરવ્યા વિના બીજુ જોતા જોતા આખું વિશાળ આકાશ જોવો. અને પછી તે વિશાળ જોતા જોતા ક્રમશ : સુક્ષ્મ જોવા પાછા ફરો.

પામીંગ કરો :-
– બંને હથેળીને સહેજ ઘસીને આંખ પર દબાણ લાવ્યા વિના પાંચ મિનિટ આંખ ઉપર હળવાસથી ઢાંકીને રાખો.
– શિર્ષાસન, સર્વાંગઆસન ઉપયોગી છે.
– દિવસમાં સાતથી આઠ વાર ઠંડા પાણીથી આંખ ધોવો.
– ગાયના નવસેકા ઘીના એક થી બે ટીપા બંને નસકોરામાં નાખો
– રાત્રે ત્રિફળા પલાળી સવારે ગાળીને આંખ ધોવો.
– આંખ આવે ત્યારે પ0 મીલી નવસેકા પાણીમાં 1 થી 2 ગ્રામ બોરીક એસીડ નાખીને રૂ થી આંખ ધોવો.
– આંખમાં મધ આંજવું બધી રીતે ખૂબ જ ગુણકારી છે.
– આંબળા આંખ માટેનું શ્રેષ્ઠ ટોનિક છે.
-લીલા શાકભાજી ખાવા.
– સપ્તામૃત લોહ લેવું.

NO COMMENTS