ડાયેટ પ્લાનથી અઠવાડિયામાં ઉતારો વજન

0
150
how to lose weight
how to lose weight

આપે વજન ઘટાડવા માટે ઘણા પ્રકારના ડાયેટ ચાર્ટનો ઉપયોગ કર્યો હશે. ઘણા લોકોની એક પ્રકારની વિચારશરણી હોય છે કે ખાવાનું છોડીને વજન ઘટાડી શકાય છે. પરંતુ ઘણીવાર એનાથી ઉલ્ટું થઇ જાય છે તો આવો આપણે એક એવો ડાયેટ પ્લાન જાણીએ જે આપનું એક અઠવાડિયામાં પ કિલો વજન ઘટાડી શકે છે.

– પહેલો દિવસ : આપના આ ડાયેટ ચાર્ટના પહેલા દિવસે આપે ફકત ફળો જ ખાવાના રહેશે. તેમાં ધ્યાન રહે કે કેરી અને કેળા સિવાયના બધા જ ફળો આપ લઇ શકો છો. કેળમાં ઘણી માત્રામાં ફેટ રહેલું હોય છે. અને કેરી એ આપનું બોડીનું શુગર લેવલ ઘણું વધારી શકે છે. આ દિવસે ફળ સિવાય બીજો કશું જ ખાવું નહીં સલાડ અને શાકભાજી પણ ન ખાવા. વધુ ભુખ લાગે તો ફળો નો જ ઉપયોગ કરવો.
– બીજો દિવસ : બીજા દિવસે આપે ફકત શાકભાજી જ ખાવાના રહેશે એમાં આપની કોઇ ભી મનપસંદ શાકભાજી અથવા બાફીને લઇ શકો છો ઉકાળેલા અથવા બાફેલા શાકભાજી શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ જો ધ્યાન રહે કે પકાવીને ખાવા માટે તેમાં ઘી કે તેલનો ઉપયોગ કરવો નહીં. શાકભાજીમાં બટેટાનો ઉપયોગ કરવો નહીં.
-ત્રીજો દિવસ : ત્રીજા દિવસે આપે પહેલા અને બીજા દિવસનું ડાયેટ ફોલો કરવાનું છે એટલે કે ફળો અને શાકભાજી બંને લેવાના રહેશે. કેરી, કેળા, બટેટે એ ત્રણને બાદ કરતા દરેક શાકભાજી અને ફળો લેવાના રહે છે. અને સાથે સાથે પાણી પૂરતા પ્રમાણમાં પીવું.
– ચોથો દિવસ : આ દિવસે આપે ફકત દૂધ અને કેળાનું સેવન કરવાનું રહે છે. જેમા આખા દિવસમાં 8 થી 10 કેળા અને ત્રણ ગ્લાસ દૂધ લેવાનું રહેશે. એક સાથે ખાવાનું ટાળવું પરંતુ પૂરા દિવસમાંસવારે બપોરે સાંજે અને રાત્રે વારાફરતી કેળા લેવાના રહે છે. સાથે દૂધ પણ સવારે, બપોરે અને રાત્રે એક એક ગ્લાસ લેવું.
– પાંચમો દિવસ : આ દિવસે ખાવાનું શરુ કરી શકો છો, બપોરે ભોજનમાં ભાત ખાઇ શકો છો તેની સાથે 6-7 ટમેટા પણ લઇ શકો છો સાથે પાણીનું સેવન તો રાખવું જ
– છઠ્ઠો દિવસ : આ દિવસે પણ ખાવાનું ખાઇ શકો છો. પરંતુ આપને ભાવે તે ગમે તે ભોજન નહીં પરંતુ ભાત લઇ શકો તેની સાથે કોઇપણ શાક લઇ શકો છો સાથે 10-12 ગ્લાસ પાવી પીવાનું રહે છે.
– સાતમો દિવસ : આ દિવસે ભાતની સાથે આપના ભાવતા શાકભાજી અને ફ્રુટ જયુસ પણ લઇ શકો છો. આમ સાતમા દિવસનો આ ડાયેટ ચાર્ટ ફોલો કરીને આપ અઠવાડિયામાં 4 થી પ કિલો વજન ઘટાડી શકો છો.

(સુત્રોમાંથી )

NO COMMENTS