સાયબર ગુનાઓથી બચો

0
47

ટેકનોલોજી બેધારી તલવાર છે અને તેનો ઉપયોગ સારા અને ખરાબ હેતુઓ માટે પણ થઇ શકે છે. આપણે સામાજિક માધ્યમની વેબસાઇટનો ઉપયોગ કરવા માટે, ઓનલાઇન ખરીદી કરવા, બૈકિંગ માટે અને રજાઓમાં પ્રવાસના બુકિંગ માટે રોજરોજ ઇન્ટરનેટ નો ઉપયોગ કરીએ છીએ. જોકે, આ બધી જ પ્રવૃતિઓને લીધે આપણે સાયબર ગુનાનો ભોગ બનવાનો ખતરો ઉઠાવીએ છીએ.
સાયબર ગુનો શું છે ?
સાયબર ગુનો એક વ્યાપક શબ્દપ્રયોગ છે કે જે, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી તમામ ગુનાહિત પ્રવૃતિઓને આવરી લે છે, કોમ્પ્યુર, લેપટોપ, ટેબલેટ અને મોબાઇલ ફોન જેવા વિજાણું સાધનોનો ઇન્ટરનેટ સાથે જોડાણ કરીને આવા ગુનાઓ આચરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગુજરાતમાં અનેક શહેરોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન સાયબર ગુનામાં પ0 થી 100 ટકાનો વધારો થયો હોવાનો અહેવાલ છે.
સાયબર ગુનાઓમાં કયા ગુનાઓનો સમાવેશ થાય છે ?
તમામ સંભવિત સાયબર ગુનાઓ વિશે સભાન બનો કે તેજેથી તમારું સશકિતકરણ થાય, પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બે સૌથી વધુ સર્વ સામાન્ય સાયબર ગુનાની ફરિયાદો મળે છે તે નીચે મુજબ છે.
– કોઇ તમારું બેંક ખાતુ હેક કરે અને નાણાં ઉપાડી લે અથવા ઓનલાઇન ખરીદી માટે કે અન્ય હેતુઓ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો દુરઉપયોગ કરે વગેરે આર્થિક ગુનાઓ
– સામાજિક માધ્યમની વેબસાઇટ ઉપર સતામણી કરાય જેમકે, ખોટા ફોટા કે નકલી વ્યકિતગત માહિતી મુકવામાં આવે અને તમારો ફોન નંબર મુકવામાં આવે કે જેથી તમારા ઉપર અભદ્ર કે અપશબ્દો બોલતા ફોન આવે.
અન્ય સર્વસામાન્ય ગુનાઓ નીચે મુજબ છે
– હેકિંગ એટલે કે કોમ્પ્યુટર સિસ્ટમ કે તેના નેટવર્કને તોડવું અથવા બિન અધિકૃત રીતે તેમના સુધી પહોંચવું.
– ઓળખની ચોરી (વીજાણું હસ્તાક્ષર કે પાસવર્ડનો ઉપયોગ કરીને : કરવી અને વ્યકિતગત માહિતીનો દુરઉપયોગ કરવો.
– ફિશિંગ એટલે કે, વપરાશકારનો બનાવટી રીતે પોતે પ્રતિષ્ઠિત કાયદેસર સંગઠન છે એવો દાવો કરતો ઇમેઇલ કરે અને વપરાશકારને તેની વ્યકિતગત માહિતી આપવા માટે લલચાવે કે જેને આધારે ગેરરીતિ આચરી શકાય.
– ઇમેઇલ દ્વારા સામાન્ેય લોકોને જંગી નાણાં આપવાની ખોટી ઓફર કરવી. દા.ત. નાઇજિરીયાનું એડવાન્સ ફી નું કૌભાંડ
– મૂડી રોકાણ અંગે છેતરપીંડી જયાં (અસાધારણ જંગી નફાનું વચન આપીને ) નાણાં મેળવવા ખોટા દાવા કરાય
– ઇમેઇલ વિસ્ફોટકક એટલે કે ખૂબ જ મોટી સંખ્યામાં ઇમેઇલ મોકલવામાં આવે કે જેના પરિણામે મેળવનારનું ઇમેઇલ એકાઉન્ટ કે સર્વર તૂટી જાય.
– વાયરસ દ્વારા હૂમલો થાય કે જેનાથી કોમ્પ્યુટરને હાનિ પહોંચે અને તેમાંતી માહિતી જોખમમાં મુકાય
– ગુપ્તતાનો ભંગ, વ્યકિતગત માહિતીનો બિન અધિકૃત ઉપયોગ, વિતરણ અને તે જાહેરમાં મુકવી.
– અશ્ર્લીલ સાહિત્ય અને બાળ પોનોગ્રાફી
-સાયબર આતંકવાદ એટલે કે દેશની એકતા અને સલામતીને માટે ખતરો પેદા કરનારા કૃત્યો
સાયબર કાનૂન
સાયબર ગુના ખાળવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ-2000 ઘડવામાં આવ્યો. તેમાં 2008 માં સુધારો કરવામાં આવ્યો. ભારતીય દંડ સંહિતા (આઇપીસી)-1860 માં પણ સાયબર ગુનાને તેના કાર્યક્ષેત્રમાં લાવવા માટે સુધારા કરાયા. સાયબર ગુનાને દંડાત્મક ગુના ગણવામાં આવે છે. અને તેમાં કેદ અને દંડની સજાની જોગવાઇ છે.
સુરક્ષાની ચાવીઓ
– આધુનિક એન્ટી વાયરસ નો ઉપયોગ કરવો.
– લાંબે, મજબૂત અને અજોડ પાસવર્ડ રાખવો.
– તમારું નામ, સરનામું ફોન નંબર કે નાણાકિય માહિતી ઇન્ટરનેટ ઉપર આપતી વખતે સાધવ રહેવું. તમારી
માહિતીના પ્રત્યુતરમાં ઇમેલ નો જવાબ ન આપો
– નિયમિત રીતે તમારા બેંક અને ક્રેડિટ કાર્ડ નાં નિવેદનો જોતા રહેવા જોઇએ.
– કોઇપણ સંચારના માધ્યમો ઉપર તમે તમારો પાસવર્ડ પિન નંબર અને તમારું સરનામું સંઘરી રાખશો નહીં.
– ભવિષ્યના ઉપયોગ માટે તમારા ક્રેડિટ કાર્ડની વિગતો કયાંય સંધરી ન રાખો.
– ચકાસણીની પ્રક્રિયા બે પ્રકારની હોવી જોઇએ જેમ કે, તમારી પાસે પાસવર્ડ ઉપરાંત તમને તમારા ફોન પર એસએમએસ દ્વારા ચકાસણી આંક મોકલે અને તે તમને પરત મોકલવાનું કહે.
– અજાણ્યા લોકો તમને સામાજિક માધ્યમની વેબસાઇટ માં જોડાવા કે લિક્ધડ કરવા કહે તો તમે તેની ના પાડજો.

– સૌજન્ય :
ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર
સુરક્ષા સંકુલ, થલતેજ, એસ.જી. હાઇવે, અમદાવાદ
ફોન નં : 27489945-46

NO COMMENTS