IELTS વિદેશ જવાની પહેલી ચાવી

0
75
IELTS test for Visas and Immigration
IELTS test for Visas and Immigration

(Tulsi Mehta- Mo. 9427253579)

આજના આધુનિક ભારતીય સમાજમાં જયારે વિદેશ ભણતર ભણી સ્થાયી થવાનો ચીલો ખૂબ પ્રચલીત બનતો જાય છે અંતર સમયની સાથે વધુ ને વધુ જોર પકડતો જાય છે ત્યારે વિદેશ અભ્યાસ કે અન્ય હેતુ માટે લેવાતી પરિક્ષાથી માહિતગાર હોવું તે ખૂબ અનિવાર્ય બનતુ જાય છે. આવી જ એક પરિક્ષા વિશે આજે આપણે માહિતગાર થશું જે છે IELTS INTERNATIONAL ENGLISH TESTING SYSTEM  આ પરિક્ષામાં બે મોડુયલ્સ છે Acadaemic Module and General Training  વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ઇચ્છુ વિદ્યાર્થીઓ Acadaemic Module અને અન્ય કોઇ પણ હેતુ માટે General Training ની પરીક્ષા આપવાની રહે છે.
બંને મોડયુલ્સમાં પરિક્ષાર્થીના ચાર કૌશલ્યની કસોટી કરવામાં આવે છે જે છે Listening,Reading,Writing and Speaking   ચાલો દરેક ને સમજીએ.
Listening : માં ચાર ભાગ હોય છે અને દરેક ભાગના કુલ મળીને 40 પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય છે જેના માટે વિદ્યાર્થીઓને 45-45 મિનિટનો સમય મળે છે. ટૂંકમાં Listening 40-45 મિનિટ ચાલે છે. Listening માં પરિક્ષાર્થીઓની સમજવાની શકિતનું માપન થાય છે.
Reading : ત્રણ ભાગમાં વહેંચાયેલ છે જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ભાગમાં આપેલી માહિતી વાંચી, સમજીને જવાબ લખવાનાં રહે છે. રીડીંગમાં કુલ મળીને 40 પ્રશ્ર્નોના જવાબ લખવાનાં રહે છે જે માટે વિદ્યાર્થીને કુલ એક કલાકનો સમય મળે છે.
Writing : બે ભાગમાં વહેચાયેલ છે. Task-1 અને Task-2  માં વિવિધ ગ્રાફના વિવરણનો સમાવેશ થઇ શકે છે જયારે General Training માં લેટર લખવાનો રહે છે.Task-2.માં બંને મોડયુલ્સમાં સમાન રહે છે જેમાં એક નિબંધ લખવાનો રહે છે. બંને ટાસ્ક લખવા માટે કુલ એક કલાકનો સમય આપવામાં આવે છે.
Speaking : ત્રણ સેસનમાં વિભાજીત છે. પહેલા સેસનમાં સામાન્ય જીવનમાં જોવા મળતા પ્રશ્ર્નોના જવાબ ટૂંકમાં આપવાના રહે છે. બીજા સેસનમાં એક ટોપિક આપવામાં આવે ચે જેના પર બે મિનિટ સુધી બોલવાનું રહે છે. ત્રીજા સેસનમાં બીજા સેસનમાં પુછાયેલા ટોપિક પરથી સવાલો પૂછવામાં આવે છે. જેના જવાબ વિસ્તારથી આપવાના રહે છે. સ્પીકીંગ ટેસ્ટમમાં એક interviewer હોય છે જે પ્રશ્ર્નો પુછે છે આ ટેસ્ટ ઓછામાં ઓછી 11 મિનિટ અને વધુમાં વધુ 1પ થી 20 મિનિટ ચાલે છે.
Listening,Reading,Writing and Speaking ની પરીક્ષા એક સાથે 3 કલાકના ગાળામાં લેવાય છે. જયારે Speaking માટેનો સમય અલગથી નકકી કરીને જણાવવામાં આવે છે.  British Council and IDP Australia IELTS  ની પરિક્ષા લે છે જેનું પરિણામ 13 દિવસ ઘક્ષહશક્ષય જોઇ શકાય છે અને અઠવાડીયા પછી પરિણામ દર્શાવેલ સરનામે કુરીયરથી પહોંચાડવામાં આવે છે.

  • Tulsi Mehta
    Mo. 9427253579
    Edu.india16@gmail.com

NO COMMENTS