સંબંધની સાચી વ્યાખ્યા શું ?

0
156
Improve Your Relationship
Improve Your Relationship

( પ્રિતી ગદાણી-રાજકોટ)

સંબંધ એટલે માણસ માણસ વચ્ચેનું આત્મીયતાના અંતરથી મહેકતું બંધન. આત્મીયતાની ઉષ્મા વિનાનો સંબંધ એટલે કસ્તુરી ભરીને મુકી રાખેલું પાત્ર. જેને જોઇને હૈયું હરખાય નહીં, મન મધુરપ ન અનુભવે, લાગણીઓને શીતલ વિસામો ન મળે. એવા ભ્રમાંતક સંબંધના તકલાદી હિંચકે ઝુલ્યાં કરવાનો શો અર્થ ?
લાગણી સંબંધ માણસે મતે રોપેલો છોડ હોય છે. એનો ઉછેર અને માનવતાજમાં એણે ચીવટપૂર્વક રસ લીધેલ હોય છે. એટલે માણસ લાગણીના સંબંધ પરત્વે વધુ સજાગ, સહિષ્ણુ અને સમર્પણશીલ રહે છે. અધિકાર પ્રિયતા ની અતિશયતાનો અભાવ લાગણીના સંબંધની જીવારોદી સમાન છે.
સંબંધ માટે તમે કેટલું સહેવા તૈયાર છો એ સંબંધની કસોટી છે. સંબધના શ્રેષ્ઠત્વની પારાશીશી એક જ છે. જે સંબંધની શાન વધારે તે સંબંધ શ્રેષ્ઠ
જે સંબંધમાં પામવા કરતા આપવાની ઉત્કટ અભિલાષા હોય તે સંબંધ શ્રેષ્ઠ. માણસ માણસ વચ્ચેનાં ઘણા બધાં સંબંધો એ ખરી પડેલા ફૂલો જેવા હોય છે. પણ એ વાત ખરી પડેલા ફૂલો રૂપી સંબંધોની વેદના કેટલી અસહ્ય હશે, તેનો અહેસાસ માણસના હૃદય ઉપર કારમી વેદનાની અનુભૂતિ કરાવે છે અને માણસની આંખની પાપણને પલાળી જાય છે.
માતા પિતાના સંબંધો, ભાઇ બહેનના સંબંધો, મિત્રો મિત્રોના સંબંધો, પતિ પત્નિના સંબંધો ઘણા બધા સંબંધો હોય છે, આપણા
આ માનવજીવનમાં સંબંધોરૂપી ચેતનાનો પ્રવાહ તો સતત વહેતો રહ્યો છે. અને એની શરૂઆત અને અંત કયારે થાય એ કેવી રીતે કહી શકીશું ?
કોને ખબર છે કે કયારે એવો સમાજ આ પૃથ્વી પર જન્મ લેશે કે જયારે સ્ત્રી અને પુરુષ એ એક બીજાના માલિક નહીં પણ મિત્રો હોય એમના બંને વચ્ચેના સંબંધોનું માધ્યમ સમાજે મારેલા સિક્કો નહીં પણ પરસ્પરની સમજ, આત્મીયતા ની સાચી લાગણીના ભાવો અને એકબીજાને સ્વતંત્ર હસ્તી તરીકે સ્વીકારવાની તૈયારી હોય તો તે સંબંધો સાચા અર્થમાં સંબંધો હોય છે.
એટલા માટે જ માણસ માણસ વચ્ચેના સંબંધોરૂપી પ્રેમ એ તો અંતરનું ધ્રુવપદ છે એનું અનુભાવન હોય, રટણ ન હોય, પ્રદર્શન ન હોય, પ્રેમરૂપી સંબંધ ખાતર માણસ માણસને ખાતર પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દે, જીવનરૂપી સંબંધની શોભાને વધારી દે તે જ ઉત્તમ સંબંધ છે.

  • પ્રિતી ગદાણી
    બ્લોક નં. 501, શંખેશ્ર્વર-4
    નાગેશ્ર્વર દેરાસર પાસે, જામનગર રોડ
    રાજકોટ

NO COMMENTS