ભારતીય સીમા નું રક્ષણ કરે છે માતાજી : પાકિસ્તાન પણ ગભરાય છે !

0
379

રાજસ્થાન ના જૈસલમેર થી નજીક 120 કિ.મી. દૂર ભારત પાકિસ્તનની સીમા પાસે દેવી નું એક મંદિર છે. આ દેવી ના મંદિરમાં 51 શકિતપીઠો માં એક દેવી હિંગળાજ માતાજી ના સ્વરુપમાં છે. ભારત પાકિસ્તાનના ભાગલા પછી હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાન ના ભાગમાં ચાલ્યું ગયું. પરંતુ તેનું એક સ્વરુપ પોતાના ભકતો ની શ્રધ્ધા અને ભકિત ના કારણે ભારત ના ભાગમાં આવી ગયું. એક ચારણ હતો જેને કોઇ સંતાન ન હતા. સંતાન સુખની પ્રાપ્તિ માટે તેણે પગપાળા ઘણીવાર હિંગળાજ માતાની યાત્રા કરી હતી. તેની ભકિત અને શ્રધ્ધા થી પ્રસન્ન થઇ દેવી હિંગળાજ માતા તેની પુત્રી ના રુપમાં જન્મ લીધો અને ચમત્કાર દેખાડયા. કિશોરાવસ્થામાં દેવી તનોટ ગામ માં આવી વસ્યા. ભાટી રાજપૂત નરેશ તનોટ માતા ના મંદિરનું નિર્માણ કરવાયું. તેની મૂર્તિ સ્થાપીત કરી. માતા અહિંયા સ્વયં પ્રત્યક્ષ નિવાસ કરે છે તેવું ભકતો નું માનવું છે ઉપરાંત તેના સબૂત પણ આપ્યા છે. 1965 માં જયારે ભારત ઉપર પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે ત્યાં 3 હજાર થી વધુ બોમ્બ પાકિસ્તાન તરફ લગાવ્યા પરંતુ 450 બોંમ્બ મંદિરના પ્રાંગણમાં નખાયા. પરંતુ માતા એ એવો ચમત્કાર દેખાડયો કે પાકિસ્તાની સૈનિકોના હોંશ ઉડી ગયા હતા. પાકિસ્તાની સૈનિકો પરેશાન હતા. બોંબ ના અવાજ કાં ન આવે, માતા ના ચમત્કાર થી બોમ્બ ફૂટતા જ ન હતા. આજે પણ બોંબ નિશાની રુપે મંદિરમાં રખાયા છે. 1971 ના યુદ્ધ માં પણ ટેન્કો રેતીમાં સમાઇ ગઇ હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS