ભારત સિંધૂ કરાર તોડે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલય નો આસરો લઇ શકે

0
134

ઉરી હુમલા બાદ પાકિસ્તાનને જવાબ આપવા આજે સરકાર દ્વારા સિંધુ ના પાણીને લઇને એક મહત્વની બેઠક બોલાવી છે. પી.એમ. મોદી ની અધ્યક્ષતા માં મળનાર બેઠકમાં વિદેશ અને જળ સંશાધન મંત્રાલય ના અધિકારીઓની બેઠકમાં આ સંધિ થી જોડાયેલા મુદ્દાઓ સામેલ હશે. બેઠકમાં પાકિસ્તાન ની જૂની ઐતિહાસીક સંધી ના વિભિન્ન મુદ્દાઓ ઉપર વિચાર કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં જળ સંશાધન મંત્રાલય પી.એમ. ને સંધિ વિષે વિસ્તૃત માહિતી આપશે. આ બનાવ ભારતમાં પહેલીવાર બને છે કે જળ ને લઇને કોઇ સંધિ બાબતે બેઠક મળતી હોય. પાકિસ્તાન ઉપર દબાવ લાવવા સિંધુ અને તેની પાંચ અન્ય નદીઓના પાણી ની બટવારા બાબતે કોઇ સંધી નો આખરી નિર્ણય લેવાય. ભારત જો સંધી કરાર તોડશે તો પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનો સહારો લઇ શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS