અમેરિકા નથી ઇચ્છતું ભારત-પાકિસ્તાન લડતું રહે

0
111

અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ઓછો કરવા માટે વાતચીત અને મંત્રણા કરવા સલાહ આપી હતી. અમેરિકા એ જણાવ્યું કે : તે નથી ઇચ્છતા કે હાલાત વધુ બેકાબુ બને અને આ વિવાદ કોઇ ઘટના માં સર્જાય. બન્ને દેશો વચ્ચે જુબાની જંગ તેજ હોવાના કારણે અમેરિકા એ શુક્રવારે બન્ને દેશોને સલાહ આપી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે : ભારત અને પાકિસ્તાન સાથે વાતચીત માં અમે તે પુરો ખ્યાલ રાખીએ છીએ કે બન્ને દેશો વચ્ચે સંબંધ મજબૂત બની રહે. આ ક્ષેત્રમાં સુરક્ષા રાખી બન્ને દેશો વચ્ચે સંબંધ જરુરી છે. વાતચીત કરી તનાવ ઓછો કરે. અમેરિકાએ જણાવ્યું કે : વાતચીત ની પ્રક્રિયા માટે અમો હંમેશા પ્રોત્સાહન આપીએ છીએ. અમે નથી ઇચ્છતા કે તનાવ એટલો વધે કે તેને નિયંત્રણ કરી શકાય. અને તે ઘટના બની જાય. આ નિવેદન અમેરિકાએ ત્યારે આપ્યું જયારે ભારત પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આતંકવાદ મુદે સતત વાતો ચાલી રહી છે. જયારે પી.એમ. મોદી પાકિસ્તાન ઉપર આતંકવાદ ને વધારો કરવાનો આરોપ મુકી રહ્યા છે. પાકિસ્તાન પણ ભારત ઉપર આતંકવાદને પોષિત કરવાનો આરોપ મુકી રહ્યું છે. બન્ને દેશો વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ વ્યવહાર બની રહે તે જરુરી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS