ભારત રુસ પાસેથી આધુનિક એસ-400 વાયુ રક્ષા પ્રણાલી ખરીદશે

0
58

ભારત રુસ પાસેથી આધુનિક એસ-400 વાયુ રક્ષા પ્રણાલી ટ્રાયમ્ફ ખરીદશે લાંબા અંતર ની વાયુ પ્રણાલી નો અબજો ડોલર ની ડિલ શનિવારે ગોવા માં પી.એમ. મોદી અને રુસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની ચર્ચા બાદ મહોર લાગશે. સુત્રો દ્વારા આ એક ખુલાસો કરાયો હતો.
સુત્રોએ જણાવ્યું કે બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા આવનાર પુતિન અને પી.એમ. મોદી વચ્ચે એસ 400 ટ્રાયમ્ફ વિમાન ભેદી મિસાઇલ પ્રણાલી ભારત ને આપવા કરાર થશે. ભારતે રુસ પાસેથી વાયુરક્ષા પ્રણાલી ની પાંચ સિસ્ટમ ખરીદવામાં રસ દાખવ્યો છે. આ પ્રણાલી એક સાથે ત્રણ પ્રકારના નિશાન સાધવા સક્ષમ છે. આ પ્રણાલી 36 લક્ષ્યોને ભેદી શકે છે. 400 કિ.મી. દૂર સુધી દુશ્મન વિાન, મિસાઇલ અને ડ્રોન ને પણ મારી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS