રેલ્વે પૈસા વસૂલી સ્લીપર કલાસમાં આપશે સુવા માટે ની કિટ

0
96

ભારતીય રેલ હવે સુધારાના મુડમાં છે ત્યારે હવેથી રેલ્વે દ્વારા સ્લીપર કલાસમાં પણ ચાદર એટલે કે બેડ રોલ ની વ્યવસ્થા કરાશે. આ વ્યવસ્થા અનરિઝર્વડ ડબ્બામાં પણ વ્યવસ્થા કરાઇ છે પરંતુ તેના ચાર્જીસ અલગ થી લેવાશે. આ સેવા અંતર્ગત બેડશીટ, એક તકીયો, અને એક ઓઢવાનું આપશે. દક્ષિણ પશ્ર્ચિમ રેલ્વે દ્વારા આ સુવિધા અમુક રુટ માં શરુ કરી દેવાઇ છે. આ સેવામાં યાત્રિકો નવી ઇ સેવા આઇઆરટીસી દ્વારા પણ બુક કરાવી શકશે. આ સાથે ટિકીટ બુક કરાવવાની સાથે સ્ટેશન ઉપર ઇ હબ માં ટ્રેન માં ચઢતા પહેલા બેડરોલ કિટ બુક કરાવી શકશે. બેંગ્લોરમાં આ વ્યવસ્થા માટે એક કાઉન્ટર બનાવવામાં આવ્યું છે. આ સાથે યાત્રિકોને આ તકિયો ચાદર, અને બેડશીટ પોતાની સાથે પૈસા ચૂકવી લઇ જઇ શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS