નોટબંધી ઉપર આરબીઆઇ ગર્વનરે મૌન તોડયું !

0
188
india rbi governer urjit patel

મોદી સરકારના નોટબંધી ના નિર્ણય ઉપર રિઝર્વ બેંક ના ગર્વનર ઉર્જિત પટેલે મૌન તોડયું હતુ.ં જણાવ્યું કે કેન્દ્રિય બેંક હાલત ઉપર દરરોજ નજર રાખે છે. અને લોકોની વાસ્તવિક સમસ્યાને દૂર કરવામાં જરુરી બધા પગલા લેવાય રહ્યા છે. મોટા શહેરમાં હાલાત સામાન્ય થઇ રહ્યા છે. પરંતુ દૂરના વિસ્તારોમાં લોકોની હજુ પ્રોબ્લેમ આવી રહ્યો છે. પરંતુ કેન્દ્રિય બેંક જેટલી જલ્દી થઇ શકે આખા દેશમાં હાલાત સામાન્ય કરવામાં કામ કરી રહી છે.
પટેલે જણાવ્યું કે આરબીઆઇ બેંકોમાં 1000 અને પ00 ની નોટ ની ડિપોઝીટ વધતા સો ટકા ઇન્ક્રિમેંટલ અને સીઆરઆર ની ઘોષણા કરી છે. પટેલે લોકોને ડેબિટ અને ડિજિટલ વોલેટ નો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ટ્રાંઝેકશન સસ્તું થશે. ભારતને કેૈશલેસ ઇકોનોમી વાળા વિકરિત દેશમાં પહોંચશે. અમો વેપારીઓને પીઓએસ મશીન વસાવવાનું કહીએ છીએ. જેથી વધુમાં વધુ ડેબિટ કાર્ડ નો ઉપયોગ થઇ શકે.
પ્રિન્ટીંગ પ્રેસ તેની ક્ષમતા મુજબ નવી નોટો છાપી રહ્યું છે. બેંકો અને એટીએમમા લાઇનો નાની થતી જાય છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS