ઇસરોની ઉંચી ઉડાન : ભારતીયોને અંતરિક્ષમાં લઇ જશે

0
15
India Space Research Organisation
India Space Research Organisation

ભારતમાં વિકસીત થયેલા લગભગ 200 મોટા હાથિયો બરાબર વજન વાળું સૌથી વિશાળ રોકેટ ભારતીયો ને અંતરિક્ષની સફર કરાવશે. આંધ્રપ્રદેશ ના શ્રી હરિકોટા સ્થિત રોકોટ કેન્દ્ર ઉપર દેશનું સૌથી આધુનિક અને ભારતી જિયોસિંક્રોનસ ઉપગ્રહ યાન માર્ક 3 જીએસએલવી એમ કે 3 ને રખાયું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ વજનદાર ઉપગ્રહ ને લઇ જવામાં સક્ષમ છે. ઇસરો તેના પ્રક્ષેપણ માટે તૈયારછે. તે સાથે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો એ વિશ્વ ના પ્રક્ષેપણ માં મજબૂત સ્થિતિ બનાવી છે.
જીએસએલવી એમ કે 3 પહેલો પ્રાયોગિક પ્રક્ષેપણ છે પરંતુ જો બધુ યોજના મુજબ બરોબર ચાલે તો એક દશકા અથવા અડધો ડઝન સફળ પ્રક્ષેપણ પછી આ રોકેટ ધરતી થી ભારતીયોને અંતરિક્ષ સુધી પહોંચાડનાર ઉપયુકત વિકલ્પ ના રુપમાં પ્રયોગ માં લઇ શકાશે. આ રોકેટ પૃથવીથી ઓછી ઉંચાઇ વાળી કક્ષા સુધી આઠ ટન વજન લઇ જવામાં સક્ષમ છે. જે ભારત ના ચાલક દળ ને લઇ જવા પર્યાપ્ત છે. ઇસરો પહેલા પણ અંતરિક્ષમાં 2-3 સભ્યો ચાલક દળ ને મોકલવાની યોજના બનાવી ચૂકી છે. આ બાબતે સરકાર દ્વારા ત્રણ ચાર અબજ ડોલર નુ ફંડ ફાળવવામાં આવે તેનો ઇંતજાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS