પાક.ની જીત પછી કાશ્મીરમાં જશ્ન મનાવાયો : સુરક્ષા દળો ઉપર ફટાકડા ફેંકાયા

0
65
india vs Pakistan win
india vs Pakistan win

ચેમ્પિયન ટ્રોફિમાં પાકિસ્તાનની જીત પછી કાશ્મીર માં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થયા હતા. સુરક્ષા દળો ઉપર પથ્થરમારો સાથે ફટાકડા ફેંકાયા હતા. ઉપદ્રવ ફેલાવનાર ટોળા ઉપર અશ્વુ ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા. તે પછી ઉપદ્રવ શાંત ન થયો હતો. બાદમાં પૈલેટ ગન ચલાવવામાં આવી હતી. જેમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા. તનાવને ધ્યાને રાખી સુરક્ષા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી. પાકિસ્તાન જીત તરફ જેમ જેમ આગળ વધતું જતું હતું તેમ તેમ મોટી સંખ્યામાં ટોળા એકઠાં થઇ જશ્નનો માહોલ છવાયો હતો. ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ભારતની વિકેટ પડતાની સાથે જ ફટાકડા ફોડવાનો શિલશિલો શરુ થઇ ગયો હતો. શ્રીનગરના સૈકિદફર ચોકમાં સીઆરપીએફ કેમ્પ તથા પોલીસ ચોકી ની અંદર યુવાનોએ ફટાકડા ફોડયા હતા. ઉપરાંત સુરક્ષા દળો ઉપર ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. ઘાટીના તમામ જિલ્લામાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS