ઉ.ભારતના એરપોર્ટ ઉપર આતંકી ખતરો: ખુફીયા એજન્સી

0
79

કેન્દ્રિય ખુફીયા એજન્સીઓ એ ઉત્તર ભારતના એરપોર્ટ ની સુરક્ષા ને લઇને એલર્ટ જારી કર્યો છે. ખુફીયા એજન્સીને ઇનપુટ પ્રાપ્ત થયા છે કે આતંકી એરપોર્ટ ને નિશાના બનાવી શકે છે. દેહરાદુન, ના જૌલીગ્રાંટ એરપોર્ટ ની પણ સુરક્ષા વધારી દેવાય છે. સુરક્ષા એજન્સીએ એરપોર્ટની સુરક્ષાની સમીક્ષા પણ કરી હતી. ખુફીયા એજન્સીના રિપોર્ટ મુજબ આતંકવાદી એરપોર્ટ ની સુરક્ષા ને ભેદી હુમલો કરી શકે છે. સુત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટ ને બોંબ થી ઉડાડી દેવાની ધમકી મળેલ છે. તે બાદ નોર્થ ઇંડિયા ના તમામ એરપોર્ટ ની સુરક્ષા વધારવા ની પણ સુચના અપાઇ છે.
રાષ્ટ્રપતિ ટૂંકસમયમાં ઉતરાખંડ જાય છે ત્યારે તેમની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS