ભારતે કર્યો હુમલો : આતંકી ના ઠેકાણા કર્યા નષ્ટ : આતંકીઓ ઠાર માર્યા

0
226

ઉડી હુમલા ને લઇને સુરક્ષા મામલે કેબિનેટ કમીટી સીસીએસ ની બેઠક પછી ભારતીય સેના એ એક પ્રેસ કોન્ફર કરી પાકિસ્તાનના કરતૂતોનો ખૂલાશો કર્યો હતો. મીડિયા ને સંબોધિત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની તરફથી ભારત ની ધરતી ઉપર સતત ઘૂસણખોરી ની કોશિષ કરવામાં આવતી હતી. પાકિસ્તાન તરફથી લગભગ 20 જેટલા પ્રયાશો કરાયા હતા. આ હુમલા અને ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન પાકિસ્તાનનો હાથ હોવાના સબૂત મળ્યા છે. જેમાં સેનાએ આતંકિયોને ગિરફતારીમાં લીધા છે અને તેમણે પાકિસ્તાનમાં પ્રશિક્ષણ લીધું છે. તેવો ખુલાસો થયો હતો.
અધિકારીએ જણાવ્યું કે : થોડા દિવસો માં આતંકવાદઓ સીમા માં ઘૂસણખોરી ની કોશિષ કરી ભારત ને જવાબ આપવા માંગતા હતા. અને ભારતમાં હુમલાની કોશિષ માં હતા. સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકીયો ના નાપાક ઇરાદાને વિફલ કરી દીધો છે. આ ઓપરેશન દરમિયાન સેનાએ ઘણા આતંકવાદીઓને મારી નાખ્યાછે. આ વાતની જાણકારી પાકિસ્તાનને પણ અપાઇ છે.
(સુત્રોમાંથીએજન્સી)

NO COMMENTS