વૈંકયા નાયડુ દ્વારા આસ્થા મેગેઝીનને શુભેચ્છા પાઠવવામાં આવી

0
126

આજે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુ રાજકોટ ખાતે પધારેલ ત્યારે આસ્થા મેગેઝીનના ધ્રુવ કુંડેલ તેમજ જય ભટ્ટ દ્વારા નાયડુ નું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ તકે આસ્થા મેગેઝીન નિહાળી તેવા મેગેઝીન થી પ્રભાવિત થઇ ગ્લોબલ વોર્મિંગ વિષે ચર્ચા કરી હતી. અને દેશના વિકાસ તેમજ સમાજ માટે મિડિયા એક મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં જે ગ્લોબલ વોર્મિંગ નો સામનો કરવો પડે છે તેના વિષે તેમણે આસ્થા મેગેઝીનમાં લેખ વાંચી આસ્થા મેગેઝીન ટીમ ને શુભેચ્છા પાઠવી હતી. આ તકે તેમના દ્વારા આસ્થા મેગેઝીનની ખાસ નોંધ લીધી હતી.

NO COMMENTS