ગ્રામીણ વિસ્તારની પોસ્ટ ઓફિસોમાં પાસપોર્ટ સેવા ઉપલબ્ધ કરાવાશે

0
22
Indian passport in village area post office service
Indian passport in village area post office service

કેન્દ્ર સરકારે દેશભરમાં 800 જિલ્લા ના પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ કાર્ય માટે બે વર્ષ નો સમય લાગી શકે છે. તેનો ઉદેશ્ય આ સેવા માટે ખાસ રીતે ગ્રામીણ વિસાતારમાં લોકો સરળતાથી પાસપોર્ટ બનાવી શકે. વિદેશ રાજય મંત્રી વી કે સિંહે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે 150 પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવાનો લક્ષ્ય રાખ્યો છે. આની સફળતા પછી આવતા વર્ષે બધા જિલ્લા પોસ્ટ ઓફિસોમાં આ સેવા નો પ્રારંભ કરી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે દેશના દૂર સુધીના વિસ્તારમાં રહેનારા લોકો પાસપોર્ટ પ્રાપ્ત કરી શકે અને પાસપોર્ટ ને સંબંધિત તમામ કાર્ય નું નિવારણ થઇ શકે. કોઇપણ નાગરિક પાસપોર્ટ બનાવવા માટે લાંબા અંતરનું સફર ન કરવું પડે. તેમણે જણાવ્યું કે તેનાથી પાસપોર્ટ સેવા માં પારદર્શિતા આવશે. અને વચ્ચેના દલાલોની ભૂમિકા ખતમ થઇ શકશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS