રાષ્ટ્રપતિ નો પગાર 1.5 લાખ જયારે કૈબિનેટ સચિવ નો પગાર 2.5 લાખ !!

0
92

કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ના પગાર ત્રણ ગણો વધારવા વિચાર કરી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. સાતમા પગાર પંચ ની ભલામણ લાગુ કરાયા બાદ રાષ્ટ્રપતિ નો પગાર દેશ ના સર્વોચ્ચ નૌકરશાહ કેબિનેટ સચિવ ના પગાર થી એક લાખ ઓછો થઇ ગયો છે.
વર્તમાન કૈબિનેટ સચિવ નો પગાર 2.5 લાખ છે. જયારે રાષ્ટ્રપતિ નો પગાર 1.5 લાખ છે. ઉપરાષ્ટ્રપતિ નો પગાર 1.25 લાખ છે રાજયપાલો નો પગાર 1.10 લાખ માસિક પગાર છે. આ પ્રસ્તાવ જલ્દી કેબિનેટ સામે રખાશે. પ્રસ્તાવ મુજબ રાષ્ટ્રપતિ નો પગાર પાંચ લાખ અને ઉપરાષ્ટ્રપતિ નો પગાર 3.5 લાખ કરવાનો પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવ કેબિનેટ બાદ સંસદમાં રજૂ કરાશે. અપેક્ષા છે સંસદમાં મંજૂરી મળી જશે. આ પહેલા 2008 માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને રાજયપાલો ના પગારમાં વધારો કરાયો હતો. વર્ષ 2008 સુઘી રાષ્ટ્રપતિ નો પગાર 50 હજાર હતો. ઉપરાષ્ટ્રપતિનો પગાર 40 હજાર અને રાજયપાલો નો પગાર 36 હજાર માસિક હતો.

(સુત્રોમાંથ ીએજન્સી)

NO COMMENTS