રેલ્વે દ્વારા મુસાફરોની સમસ્યાના ઉકેલ માટે સુપ્રિ. ની નિયુકિત કરશે

0
30
indian railway appoint superintendent in train
indian railway appoint superintendent in train

ટ્રેનમાં યાત્રા કરવા વાળા માટે આ કામ ના સમાચાર છે. યાત્રા ના સમયે અલગ અલગ સમસ્યાઓ થી પરેશાન યાત્રીકો ને કયારેક ખાવા માટે સમસ્યા હોય ચે તો કોકવાર સીટ ને લઇને મુશ્કેલી હોય છે. ખાણી પીણી વેચવા વાળા ઇચ્છા પ્રમાણે ભાવ લેતા હોય છે. કોકવાર બેડ રોલ ને લઇને સમસ્યા હોય છે. સાફ સફાઇ અને સુરક્ષા ની સમસ્યા પણ હોય છે. અલગ અલગ સમસ્યાઓ ને લઇને રેલ્વે વિભાગનો સંપર્ક કરવો પડતો હોય છે. પરંતુ હવે રેલ્વે એક નવી પહેલ કરવા જઇ રહ્યું છે.
ટ્રેન સુપરિટેંડેટ ની નિયુકિત કરવાની યોજના બનાવી રહી છે. ભારતીય રેલ્વે હવે દરેક એક્ષપ્રેસ ટ્રેનમાં સુપરિટેંડેટ ની નિયુકિત કરવાની યોજના બનાવી રહી છે. આ સુપ્રિ. યાત્રા દરમિયાન યાત્રિકોને પડતી મુશ્કેલી નું સમાધાન કરવા માટે જવાબદાર ગણાશે. તે સાથે યાત્રિકો ને આગળના સ્ટેશન સુધી સમસ્યાનું સમાધાન આપવાનો દાવો પણ રેલવે તરફથી કરવામાં આવ્યો છે. એટલે કે યાત્રામાં કોઇ પણ કષ્ટ થાય તો રેલ યાત્રી એક જ રેલકર્મી પાસે જવું પડશે. હાલમાં આ યોજના પાયલોટ પ્રોજેકટ તરીકે શરુ કરાઇ છે. દિલ્હી થી ચાલનારી રાજધાની ટ્રેનમાં હાલમાં આ સેવાનો સમાવેશ કરાયો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS