ખોટ કરતી ટ્રેનો બંધ થઇ શકે છે

0
34

રેલ્વી ની ઘટતી આવક ને લઇને મંત્રાલય ચિંતા માં પડી છે ત્યારે રેલ્વે બોર્ડ કંઇક નિર્ણય ઉપર આવી શકશે. રેલ્વે દ્વારા બધી પેસેંજર ટ્રેનો ની સાથે એક્ષપ્રેસ ટ્રેનો માં ટિકિટ ને લઇને યાત્રા કરનાર ની સ્થિતી નો એક અભ્યાસ કર્યો છે. વિશેષ માં પેસેંજર ટ્રેનોમાં યાત્રિકો ની સંખ્યા પણ જોવાઇ છે. રેલ્વે આવક વધારવા બધા જ પ્રયાસો કરી રહી છે. તેમાં ભાડું વધારો પણ શામેલ છે.
ટ્રેનોમાં ટિકિટ લઇને મુસાફરી કરે તે માટે ચેકિંગ પણ કડક કરાયું છે. ટિકિટ ને લઇને તમામ ટ્રેનોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેથી સાચા યાત્રિકોની સંખ્યા નો અભ્યાસ થઇ શકે. આ દરમિયા જે ટ્રેનોમાં સંખ્યા ઓછી છે અને મફત મુસાફરી કરી રહ્યા છે તે ટ્રેનો બંધ પણ કરી શકે છે. ચેકિંગ દરમિયાન ટિકિટ વગર પણ મુસાફરો ની સંખ્યા વધતી જાય છે. આવા અનેક મુદ્દાઓ ને ધ્યાનમાં રાખી અમુક ટ્રેનો બંધ પણ કરી શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

indian-railway-stop-profit-less-train

NO COMMENTS