પાકિસ્તાનથી પરત ભારત ફરેલી ઉજ્મા ની ખોફનાખ કહાની

0
284
indian women back from pakistan ujma
indian women back from pakistan ujma

ભારત અને પાકિસ્તાન ની સરહદ ઉપર ખુફીયા એજન્સી ના પહેરા વચ્ચે ભારતની દિકરી ઘર પરત ફરી છે, ત્યારે તેણે સહન કર્યું છે તે એક ખૌફનાક છે. ઉજમા મૌન હતી. પરંતુ તેની આંખો એક દર્દ દેખાડતું હતું. અટારી બોર્ડરના રસ્તેથી ભારતની ધરતી ઉપર પગ રાખતા જ ઉજમાએ જમીનને નમી પગે લાગી હતી. તે પછી આકાશમાં જોઇને કશું બોલી હતી. કદાચ તેણે ભગવાનો આભાર માન્યો હશે. ઉજમાનું પાકિસ્તાન થી પરત ભારતની ભૂમિ ઉપર આવતા જ તેની ઉપર થયેલા સિતમ ની દાસ્તાન સાંભળવા મિડિયા કર્મીઓ પહોંચ્યા હતા. ઉજમાની આસપાસ સુરક્ષા એટલી બધી હતી કે મીડિયા ત્યાં સુધી પહોંચી જ ન શકયા હતા. ઉજમાને અટારી બોર્ડર ઉપર થી સ્પેશ્યલ સિકયોરીટીમાં અમૃતસર સ્થિત શ્રી ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર લાવવામાં આવી હતી. ત્યાંથી તે દિલ્હી જવા રવાની થઇ હતી. તેમનું પરત આવવું પાક સ્થિત ભારતીય દૂતાવાસ ના અધિકારીઓના સહયોગ થી સંભવ બન્યું હતું. પરત ફરવાના બયાન થી બબાલ થઇ હતી. ઉપરાંત ભારતીય રાજદૂત પાસે આશરો લીધા પછી તેની શૌહર તાહિર અલી સામે પાક માં સોશિયલ મિડિયા ઉપર જંગ છેડાઇ હતી. આખરે કસુરવાર કોણ છે ? ભારતનું પાણી પીતા ની સાથે જ ઉજમાના આંખમાંથી આંસુ આવી ગયાહતા. પરંતુ તે કશું બોલી શકી ન હતી. તેમને અટારી બોર્ડર ઉપર પોલીસ કર્મીઓ દ્વારા વાહનમાં જમવાનું અપાયું હતું.
ઉજમા દિલ્હી ની નિવાસી છે. બારત પરત ફર્યા બાદ જણાવ્યું કે તે એક અનાથ અને એટોપ્ટેડ ડોટર છે. એપ્રિલમાં ઇંટરનેટ દ્વારા ઉજમાની મુલાકાત તાહિર નામના પાકિસ્તાની સાથે થઇ હતી. તાહિરે તેને મલેશિયામાં જોબ ઓફર કરી હતી. ઉજમા ત્યારબાદ મલેશિયા પહોંચી હતી. તાહિર ત્યાં ટેકસી ડ્રાઇવર હતો. તાહિર સાથે મુલાકાત બાદ ઉજમા ભારત પરત ફરી. બાદમાં તે પાકિસ્તાન સંબંધીને મળવા ગઇ. ત્યાં ફરી તેની મુલાકાત તાહિર સાથે થઇ. ઉજમાએ જણાવ્યું કે ત્યાં પાકિસ્તાનમાં તાહિરે મને ધોખો કરી ઉંઘ ની ગોળીઓ આપી. કિડનેપ કરી બાદમાં તાહિરે મારી પાસે બળજબરીથી નિકાહનામા ઉપર જબરજસ્તીથી સાઇન કરાવી હતી. ફિઝીકલ અને મેન્ટલી ટોર્ચર કરી. બાદમાં તે સમજી ગઇ અને બુધ્ધિ પૂર્વક કામ પાર પાડયું. પાકિસ્તાનનું કબાયલી જિલ્લા ખેબર પખતુનખા નો ભાગ છે ત્યાં બેહદ ગરીબી છે. જમીદારો અને તાલિબાન રાજ ચાલે છે. બાદમાં તે સમજી કે હું ફસાઇ ગઇ છું. ઉજમા એ ઇંડિયન હાઇકમીશન પહોંચી તેની કહાની જણાવી. રીપોર્ટ મુજબ ઉજમા તાહિરને જણાવ્યં કે તેને ડોકયુમેન્ટસ લેવા ઇંડિયા જવું પડસે. તાહિર ને શક ન થયો કારણ કે ઉજમાએ તેને જણાવ્યું હતું કે તે તેને દિલ્હી લઇ જશે. બાદમાં તાહિર અને ઉજમા ઇંડિયન એમ્બેસી ખાતે પહોંચ્યા હતા. ઉજવમા વીઝા બારી ઉપર પહોંચી તાહિર, બહાર બેઠો હતો. ઉજમાએ બારી ઉપર ના સ્ટાફ ને જણાવ્યું કે : હું ભારતીય નાગરિક છું અને મને મદદ કરો. થોડીવાર બાદ સ્ટાફે તેને અંદર લઇ લીધી. જયાં ડિપ્લોમેટ હાજર હતા. તેમણે પુરી વાત સાંભળી. ઉજમા એમ્બેસી પહોંચી સલામત થઇ ગઇ. તાહિર કલાકો સુધી બહાર બેઠો રહ્યો. બાદમાં પૂછતા તેને સ્ટાફે જણાવ્યું કે ઉજમા તેની સાથે જવા નથી માંગતી તાહિરે પોલીસ ફરિયાદ નોંધાવી મામલો ઇસ્લામાબાદ ના લોઅર અને પછી હાઇકોર્ટ પહોંચ્યો. હાઇકમીશન ે શાહનવાજ ને પોતના ઉજમા ના વકીલ રાખ્યા. સુનવણી માં તાહિર કોર્ટમાં હાજર ન રહ્યો. પાકિસ્તાનમાં ઉજમાની મદદ ઇંડિયન હાઇકમીશન ઉપરાંત ત્યાંના જયુડિશયરી એ પણ કરી. સુષમા મુજબ એક સુનવણી દરમિયાન તાહિરે હાઇકોર્ટના જસ્ટીટ ને જણાવ્યું કે સાહેબ આ પાકિસ્તાન ની ઇજજતનો સવાલ છે ત્યારે જસ્ટીસે જણાવ્યું કે તેમાં હિંદુસ્તાન અને પાકિસ્તાન કયાંથી આવ્યું ? આ તો એક છોકરી માટે ન્યાયનો મામલો છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS