ભારત બનાવી રહ્યું છે કાલી-5000 બ્રહ્માસ્ત્ર

0
57
India's top secret Laser Beam weapon Kali 5000
India's top secret Laser Beam weapon Kali 5000

પાકિસ્તાન અને ચીન પોતાની સેના માટે મોટા અને લાખો પ્રયોગો કરે પરંતુ ભારત એક એવી તકનીકી ઉપર કામ કરી રહ્યું છે કે દુશ્મનોની મિસાઇલો તો દૂર, પરિંદા પણ દેશ ઉપર નજર ન નાખી શકે. ભારત કાલી પ000 નામની તકનીકી ઉપર કામ કરી રહ્યું છે. આ એવું હથિયાર છે કે અદ્રશ્ય તરંગો દ્વારા દુશ્મનોના લડાકુ વિમાનો, રોકેટો અને મિસાઇલો ને એક સેક્ધડમાં ખાક કરી નાખશે. ઉપરાંત કહેવામાં આવે છે કે અંતરીક્ષમાં તરતા ઉપગ્રહોને પણ નિશાન બનાવી શકે છે. ભારતની આ તકનીકથી દુનિયા કાંપી રહ્યું છે.
શું છે કાલી 5000 ?
કાલી એટલે કે કિલો એમ્પિયર લીનીયર ઇંજેકટર ને અદ્રશ્ય તરંગોવાળા બ્રહ્માસ્ત્ર કહે છે. કાલી 5000 એ તકનીક છે કે જેના દ્વારા લેઝર જેવી અદ્રશ્ય બીમ થી હુમલો કરી દુશ્મનોના હથિયારો ને હવામાં જ નષ્ટ કરી શકાય છે. ભાભા એટોમિક રિસર્ચ સેંટર અને ડીઆરડીઓ મળી કાલી 5000 ને બનાવી રહ્યા છે. હાલમાં આ તકનીક નો ઉપયોગ અન્ય કાર્યોમાં થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ તકનીક દ્વારા અંતરિક્ષમાં જાસૂસી પણ થઇ શકશે. દુશ્મન દેશોના સંચાર અને રોકેટ મિસાઇલો ઘરે બેઠા ઠપ કરી શકાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS