ઇંડિગો ની ઓફર : 900 રૂપિયા માં હવાઇ સફર : નકકી કરેલા રૂટ ઉપર જ

0
153

આ વખતે ઇંડિગો એરલાયંસે એકવાર ફરી સસ્તા ભાડાની ઓફર કરી છે ત્યારે ઇંડિગો એરલાઇન્સ અનુસાર આ ઓફર માર્યદિત સીટો માટે જ છે. જ અંતર્ગત જોરદાર છૂટ આપવામાં આવીછે. યાત્રીકો પસંદ કરાયેલા રુટ ઉપર ઇંડિગો માં 900 રૂપિયા માં હવાઇ યાત્રા કરી શકે છે. આ ઓફર કોચ્ચિ-તિરુવનંતપુરમ, જયપુર દિલ્હી, ગુવાહાટી, બારડોગરા, ચંદીગઢ શ્રીનગર, સહિત બીજા રુટો માટે છે. આ ઉપરાંત હૈદ્રાબાદ કોયંબતૂર અને દિલ્હી દેહરાદૂન રુટો ઉપર 1299 રૂપિયા ભાડાની ઓફર છે.
આજકાલ ભારતીય એરલાઇંસ સમય સમયે ઘરેલુ રુટ ઉપર સસ્તા ભાડાની ઓફર કરી રહી છે. ત્યારે 900 રૂપિયા માં સસ્તી ટિકિટ ઉપરાંત ઇંડિગો એ મેટ્રો શહેર ના ભાડા પણ ઘટાડયા છે. જેમાં દિલ્હી ચેન્નાઇ રુટ ઉપર 3199 હતા, હૈદ્રાબાદ ગોવા ની ટિકિટ 1699 રાખી છે. દિલ્હી વડોદરા ની ટિકિટ 2599 રૂપિયા રાખી છે.
કંપનીએ મેટ્રો શહેરો વચ્ચે હવાઇ યાત્રા માટે ખાસ ઓફર સસ્તા ભાડાની રાખી છે. જેમાં થોડી સીટો દિલ્હી ચેન્નાઇ 3199 રૂપિયામાં હવાઇ યાત્રા થઇ શકે છે. હૈદ્રાબાદ થી ગોવા 1699 રૂપિયા અને દિલ્હી થી વડોદરા 2599 રૂપિયામાં હવાઇ યાત્રા સંભવ થશે.
ઇંડિગો પોતાના ભાડામાં જબરજસ્ત છૂટ કરી છે ત્યારે પસંદ કરાયેલા રુટ ઉપર રૂપિયા 900 માં હવાઇ સફર કરી શકશે. ઇંડિગો એ એવી જાણકારી નથી આપી કે આ ઓફર કેટલી સીટો પૂરતી મર્યાદિત છે અને કેટલો સમય સ્કીમ ચાલશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS