આઇએનએસ અરિહંત તૈયાર : પાણી,આકાશ,જમીન ઉપર ભારત હુમલો કરી શકશે

0
104

ભારત હવે સૈન્ય ક્ષમતા ને મજબૂત કરવા માં લાગી છે ત્યારે ભારત ને એક મોટી કામયાબી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાણીમાં પરમાણુ હુમલા કરવા માટે સક્ષમ પનડુબ્બી આઇએનએસ અરિહંત બનીને તૈયાર છે. જમીન, હવા અને સમુદ્ર માં પરમાણુ હુમલા કરવા ની ક્ષમતા હાસિલ કરવા માટે ભારત ઘણા સમયથી કાર્યરત હતું.
પરંતુ ભારત પરમાણુ હથિયાર લેવા માટે સક્ષમ અગ્નિ બૈલિસ્ટિક મિસાઇલ અને લડાકૂ વિમાનો સૈન્ય માં પહેલા થી જ સામેલ કરી ચૂકયુંછે. દેશની પહેલી સ્વદેશ નિર્મિત પરમાણુ આઇએનએસ અરિહંત ડિસેમ્બર 2014 થી સમુદ્ર પરીક્ષણ ચાલી રહ્યું હતું. આ સબમરીન 83 મેગાવોટ પ્રેશરાઇઝડ લાઇટ વોટર રિએકટર ઉપર કામ કરે છે. આઇએનએસ અરિહંત 750 કિ.મી થી લઇને 3500 કિ.મી. દૂર સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ છે. પરંતુ રુર, ચીન, અને અમેરિકા ની તુલના માં આ ક્ષમતા ઓછી છે. આ દેશો પાસે 5000 કિ.મી. સુધી માર કરવા વાળી સબમરીન છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS