આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિશ્વ આખું યોગમય

0
50
International Yoga Day
International Yoga Day

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા ચીનમાં યોગ નો જાદુ લોકોમાં દેખાયો હતો. સંયુકત રાષ્ટ્ર દ્વારા આ ખાસ દિવસ ઘોષિત 21 જુન પહેલા જ તેને વિશ્વ ના ઘણા ભાગમાં કાર્યક્રમ આયોજીત કરાયા હતા. જેમાં ચીનમાં ખાસ કાર્યક્રમમાં ચીની નાગરિકે ભાગ લીધો હતો. ચીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત બાદ સૌથી મોટું દુનિયાનું યોગ આયોજન ચીનમાં કરશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે અમેરિકામાં લોકો રાજધાની વોશિંગ્ટન સ્થિત એક રાષ્ટ્રીય મોલમાં એકઠા થયા હતા. સ્થળ ઉપર ભારતીય રાજદૂતે મૂલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે આ ખાસ દિવસને સફળ બનાવવા માટે લોકો ઉત્સાહપૂર્વક એકઠા થયા છે.
સિંગાપુર માં રવિવારે યોગ દિવસ પહેલા લગભગ 8 હજાર લોકો એકઠા થયા હતા. જેમાં રાજનેતા, કંબોડિયા અને પ્રતિનિધીયો એ ભાગ લીધો હતો. યોગના ફાયદા જણાવતા સિંગાપુરના સાંસદે જણાવ્યું કે આ મોકા ઉપર વધુમાં વધુ લોકો એકઠા થાય. યોગ સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે.
જાપાનમાં લોકોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના મોકા ઉપર ભાગ લીધો હતો. યોગ થી શરીર સ્વસ્થ થાય છે. દરેક ઉંમરની વ્યકિતએ યોગ કરવા જોઇએ.
જયારે ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં પણ કાર્યક્રમ યોજાયા હતા. જયાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS