આઇફોનના ભાવોમાં ધરખમ ઘટાડો

0
174

એપલે આઇફોનના ભાવોમાં ભારે ઘટાડો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે એપલે સૌથી વધારે ભાવો ઓછા કર્યા છે. એપલ આઇફોન 6 એસ અને આઇફોન 6 એસ પ્લસ ના ભાવ 22 હજાર સુધી ઘટાડી દીધા છે. આ ભાવ ઘટાડો આઇફોન 6 એસ અને 6એસ પ્લસ ના 128 જીબી માં કરાયો છે. આ કિંમત પહેલા 82 હજાર હતી તે ઘડાટી 60 હજાર સુધી કરાયા છે. સાથે લોન્ચ કરાયેલ એપલનો 4 ઇંચ નો આઇફોન ના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. ઉલ્લેખનિય છે કે, આ ફોનમાં 64 જીવી ની કિંમત 49 હજાર હતી જે ઘટાડી 44 હજાર કરાઇ છે. માનવામાં આવી રહયું છે કે એપલે તેમના આગામી આઇફોન લોન્ચિંગ ને ધ્યાને રાખીને ભાવો ઘટાડયા છે. ઉલ્લેખનિય છે કે, એપલ આઇફોન 7 અને આઇફોન 7 પ્લસ ભારતીય બજારોમાં જલ્દી લોન્ચ થનાર છે. નવા આઇફોન 7 નું બુકિંગ ચાલુ થઇ ગયું છે. 7 ઓકટોબર થી તેનું વહેંચાણ ચાલુ થઇ જશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS