રાજકોટ : ગુજરાત લાયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મહાજંગ

0
56
ipl auction 2017-rajkot
ipl auction 2017-rajkot

આજે રાજકોટ ખાતે જામનગર રોડ ખંઢેરી સ્ટેડિયમમાં ગુજરાત લાયન્સ અને કોલકતા નાઇટ રાઇડસ વચ્ચે આઇપીએલનો પ્રથમ ઇનીંગ રમાશે. મેચ ના પ્રારંભે ઓપનીંગ સેરેમની ઉજવવામાં આવશે. જેમાં ટાઇગર શ્રોફ અને શાહરુખ ખાન હાજરી આપી પ્લેયરનો ઉત્સાહ વધારશે. શાહરુખ ખાન પોતાની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાથે રહી મોરલ આપશે. ગુજરાત લાયન્સ ના રવિન્દ્ર જાડેજા પણ હાજરી આપનાર છે. આ સેલિબ્રીટીને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં આઇપીએલ ને લઇને ટાઇગર શ્રોફ, કેશવ બંસલ, દિનેશ કાર્તિક સહિતના લોકો આગલા દિવસે રાજકોટ પધારેલ. સાથો સાથ આઇપીએલ ના સટ્ટાકાંડ પણ ગઇકાલે રાજકોટમાં સટો રમાડતા પકડાયા હતા. સનરાઇઝ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે મેચ પર સ્ટટો રમાડતા બે શખ્સો ને રાજકોટ પોલીસે ઝડપી લીધા હતા. આઇપીએલ ને લઇને રાજકોટ પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથો સાથ ખંઢેરી સ્ટેડિયમ ખાતે પણ ટ્રાફિક ને લઇને કોઇ સમસ્યા ન સર્જાય તે માટે પૂરતો બંદોબસ્તો ગોઠવવાં આવશે.

NO COMMENTS