વિમા યોજના : રેલ્વે યાત્રિકો નો સામાન ચોરી થાય તો વળતર મળશે

0
64

રેલ્વે યાત્રિકો માટે ખુશખબરી સમાન સમાચાર છે. હવે રેલવે વિભાગ દ્વારા યાત્રિકોના માલનો વિમો કરાવી શકશે. જેમાં રેલ્વે ના સુત્રો અનુસાર વિમાની રાશી વધારવાની ભલામણ કરાઇ છે. અત્યાર સુધી ઓનલાઇન ટીકિટ ઉપર યાત્રિકો 92 પૈસા માં 10 લાખ નો યાત્રા વીમો કવર કરી શકતા હતા. પરંતુ હવે રેલ્વે તેને વધારીને 5 રુપિયા માં 25 લાખનો યાત્રા વીમે કવર કરવા વિચાર કરી રહી છે. ઉપરાંત તેમાં સામાન ચોરી પણ શામેલ હશે. આમાં ટ્રેન થી લઇ રેલ્વે સ્ટેશન ઉપર સામાન ગુમ થાય તો આ વીમા યોજના ટિકિટ બારી ઉપરથી, ઓનલાઇન લેનાર ઉપર પણ લાગુ કરવા વિચારવામાં આવી રહ્યું છે. વિમા કંપની સાથે રેલ્વે દ્વારા હાલમાં વાતચીત ચાલી રહી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS