ચાહે લોગ કરે જુલ્મ સબ પર કર રહેમ

0
78
ISHU GOD : celebration christmas
ISHU GOD : celebration christmas

25મી ડિસેમ્બરને ક્રિસમસ કે નાતાલ તરીકે ઓળખવામાં આવે છે. નાતાલ ખ્રિસ્તી લોકોનો મોટો તહેવાર છે. આજના દિવસે ખ્રિસ્તી લોકો ઘરને સજાવે છે. આંગણામાં રંગોલી પૂરે છે. તથા રાત્રે પોતાના ઘરોમાં રોશની તારા, વગેરેથી સજાવટ કરે છે. ખ્રિસ્તી ધર્મના આદ્યસ્થાપક ઇશુ ખ્રિસ્તીનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે ઇશુ જન્મયાં તે વખતે ગમાણમાં દિવ્ય પ્રકાશ તથા રોશનીને વધારે પ્રાધાન્ય આપે છે. ઇશુ ખિસ્તના પિતાનું નામ જોસેફ હતું જન્મથી જ ઇશુ દિવ્ય અને અલૈકિક શકિતઓ ધરાવતા હતા.
લોકો તેમને ઇશુ, યશુ, જીસસ ક્રાઇસ્ટ કે ઇસા નામના પવિત્ર નામથી ઓળખે છે. તેમણે બાઇબલ નામના પવિત્ર ગ્રંથની રચના કરી હતી. બાઇબલ મૂળ તો હિબ્રુ ભાષામાં લખાયું હતું. પરંતુ ધીમે ધીમે દુનિયાની તમામ ભાષાઓમાં બાઇબલનો અનુવાદ થઇ ગયો છે. તેથી હર એક વ્યકિત પવિત્ર બાઇબલનું પઠન કરી શકે. નાતાલનો સંદેશો ક્ષમા સાથે સંકળાયેલો છે. કોઇ માણસનો અપરાધ ક્ષમા કરવો એ બહુ મહાન વસ્તુ છે. ઇશુ ખ્રિસ્તી હંમેશા કહેતા કે કોઇ વ્યકિતથી જાણે અજાણે કોઇ ગુનો, અપરાધ કે ભુલ થઇ ગઇ હોય અને તો તમે તને દંડ કે શિક્ષા કરશો તો એ બેવડા ગુના કરશે, પરંતુ તેને ક્ષમા આપવામાં આવશે તો તેનો અંતરાત્મા જાગશે અને તેને પશ્ર્ચાતાપના ભાવ આવશે. તે ફરીથી તે ભુલનું પુનરાવર્તન નહીં કરે. ઇશુ ખ્રિસ્તી સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. એમાંની એક બોધ કથાઓ આ પ્રમાણે છે. એક વખત એક ગામમાં એક નિરાધાર સ્ત્રીને ગ્રામજનો ભેગા મળીને જાહેર રસ્તા વચ્ચે લાવી પથ્થરોથી મારતાં હતા. તે સમયે ઇશુ ત્યાંથી પસાર થતા હતા. પેલી નિરાધાર બાઇ ઇશુને કરગરવા લાગી મને બચાવો મને બચાવો. આ લોકો મને પથ્થર મારીને મારી નાખશે. ઇશુએ ગ્રામજનોને પૃચ્છા કરી કે આ સ્ત્રી કુલટા છે હલકાં અને ભ્રષ્ટ ચારિત્ર્યની છે. તે આ ગામમાં રહેવાને લાયક નથી. ઇશુએ ગંભીર મુખમુદ્રા કરીને તમામ ગ્રામજનોને પુછયું કે તમે કયારેય આ સ્ત્રી શા માટે આવું ગંદુ કામ કરે છે તે વિશે જાણવાૂૈની તસ્દી લીધી છે ખરી ? કઇ તેની મજબૂરી છે કે તે આવું કામ કરી રહી છે. તમને તેને મારવાનો કે દંડ દેવાનો કોઇ અધિકાર નથી. આ સ્ત્રી પાપી અને દુરાચારિણી છે તો મને એક એવી વ્યકિત દેખાડો કે જેણે કોઇ દિવસ એકપણ પાપ ન કર્યું હોય. જેણે જીવનમાં એકપણ અને કોઇપણ પાપ ન કર્યું હોય તે આ સ્ત્રીને પહેલો પથ્થર મારે આ સાંભળી બધા નતમસ્તક અને શરમિંદા થઇ ગયા.
ખ્રિસ્તી અહીં બહુ સરસ બોલ્યાં છે કે પહલે અપના મન સાફ કરો, ફિર દૂસરો કા ઇન્સાફ કરો, મહાન વ્યકિતઓની આજ મોટી ખાસિયત હોય છે કે તેો પોતાના ઉપદેશ થકી ઘણું બધુ કહી જાય છે.
પરંતુ આપણે એટલું જાણતા નથી કે બીજાની સામે ફકત એક જ આંગળી ચિંધાઇ છે જાયરે પોતાની તરફ બાકીની આંગળી ચિંધાઇ છે. જયારે પોતાની તરફ બાકિની આંગળીયો છે. બીજી વ્યકિતને સલાહ સૂચન આપવું બહું સહેલું છે. પરંતુ પોતે તેનો અમલ કરવો અધરો છે.
ઇશુ ખ્રિસ્ત આવા માયાળુ સ્વભાવ તથા વિચારસરણીથી પ્રેરાઇને ધીમે ધીમે લોકો બહોળા પ્રમાણમાં એમના અનુયાયી બનવા લાગ્યા હતા. તેથી રોમન સમ્રાટ હેરોદ બહુ ગુસ્સે ભરાયો હતો. અને તેને તેનું શાસન ડોલવા લાગુયં હતું આથી તો તે રાજાએ ઇશુ ખ્રિસ્તને માથે કાંટાળો તાજ પહેરાવીને વધસ્તંભ પર ખીલા મારી ને સજા કરી હતી.

NO COMMENTS