ઇસરો દ્વારા GSLV-F05 યાન નું સફળ પરિક્ષણ કરાયું

0
88

ભારતીય અંતરિક્ષ અનુસંધાન ઇસરો દ્વારા શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેંટર ખાતે થી મૌસમ માટેનો ઉપગ્રહ ઇનસેટ -3 ડીઆર લોન્ચ કર્યો. ઇસરો આ પરિક્ષણ દ્વારા નવો લોન્ચ વ્હીકલ જીએસએલવી -એફ 05 નું પહેલું ઓપરેશન ટેસ્ટ કર્યું હતું. ઇસરો ના ઇતિહાસમાં આ પહેલો અવસર હતો. જયારે એડવાન્સ સ્વદેશી એન્જિન દ્વારા વધારે વજન ધરાવતા ઉપગ્રહ ને સ્પેશ માં મોકલવામાં આવ્યું.
આ સફળ પરિક્ષણ ઇસરો માટેની એક મોટી ઉપલબ્ધિ સાબિત થઇ છે. ઇસરો દ્વારા થોડા દિવસો પહેલા સ્વદેશી સ્ક્રેજમેન્ટ એન્જિન નું સફળ પરિક્ષણ કર્યા બાદ આ દેશ માટે એક વધુ ઉપલબ્ધિ સાબિત થઇ છે.
આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ઇસરો દ્વારા વિકસીત સંપૂર્ણ સ્વદેશી પ્રેક્ષેપણ યાન છે. જીએસઆરવી મલ્ટી રોકેટ છે. વધારે વજન વાળા ઉપગ્રહો માટે તે પૃથ્વી થી 36 હજાર કિ.મી. ઉંચાઇ સુધી પહોંચી શકે છે. આ રોકેટ પોતાનું કામ ત્રણ ભાગમાં પૂર્ણ કરે છે. જિયોસિંક્રોનસ ઉપગ્રહ ભૂમધ્ય રેખાની મધ્યમાં સ્થિત હોય છે. તે પૃથ્વી ની ધુર્ણન ગતિ ની સાથે ફરે છે. આ ક્ષમતા પૃથ્વી મુજબ 35786 કિ.મી. ઉપર હોય છે.
વધારે પડતા ઉપગ્રહ બે ટન થી વધારે વજન ના હોય છે. વિશ્ર્વભરના ઉપગ્રહ આમાં આવે છે. જીએસએલવી રોકેટ આ વખતે બે ઉપગ્રહ સાથે લઇ જવા માટે ક્ષમતા ધરાવે છે. જે તેની મુખ્ય વિશેષતા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS