2017 માં ઇસરો એક સાથે 83 સેટેલાઇટ લોન્ચ કરશે

0
52
ISRO to launch 83 satellites in January 2017
ISRO to launch 83 satellites in January 2017

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો જલ્દી એક નવો રેકર્ટો બનાવવાની તૈયારીમાં છે પ્રાપ્ત માહિતી અનુસાર ઇસરો 2017 માં એક સાથે 83 સેટેલાઇટ લોન્ચ કરનાર છે. જેમાં 80 સેટેલાઇટ બીજા દેશના છે. સેટેલાઇટ લોન્ચ કરવાની તારીખ જાહેર હજુ કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવે છે કે જાન્યુઆરીમાં ઇસરો 83 સેટેલાઇટ લોન્ચ કરી શકે છે.
સુત્રોના જણાવ્યાનુસાર 83 ઉપગ્રહો એક જ કક્ષામાં સ્થાપિત કરવાના છે અને તે માટે રોકેટ સ્વિચ ઓફ અને સ્વિચ ઓન કરવાની જરુર નહીં રહે. શરુઆત મિશન ની સૌથી મોટી ચિંતા બધા ઉપગ્રહો એક જ કક્ષામાં છોડવા સુધી રોકોટ ને એક જ ગ્યાએ રાખવાની હશે. 83 ઉપગ્રહોના લોન્ચિંગ માટે ઇસરો ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એકસએલ, પી.એસ.એલ.વી. રોકોટનો ઉપયોગ કરશે. ઇસરો માટે એકવારમાં ઘણા ઉપગ્રહો નું પ્રક્ષેપણ નવી વાત નથી. કારણ કે આ અગાઉ આ પ્રયોગો થઇ ચૂકયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS